તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેમિનારમાં કુલપતિની તાકીદ:વિદ્યાર્થીએ કોલેજમાં પ્રવેશ લેવા 5 ફોન નંબર, 2 મેઈલ આઇડી આપવા પડશે!

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓને સંપર્ક કરવામાં તકલીફ પડતી હોવાથી નિર્ણય: VNSGU

વીર નર્મદ યુનિવર્સિટી બીકોમ, બીબીએ, બીસીએ, બીએ અને બીએસસી અંડર ગ્રેજ્યુએટની કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવાની તૈયારી કરી રહી હોવાથી સોમવારે સેમિનારમાં કુલપતિ ડો.કે.એન.ચાવડાએ પ્રવેશ ફોર્મમાં વિદ્યાર્થીઓએ ફરજિયાત પોતાના ત્રણ ફોન નંબર સાથે પરિવારના બે સભ્યના પણ ફોન નંબર આપવા જણાવ્યું છે. સાથે વિદ્યાર્થીએ પોતાની સાથે પરિવારના સભ્યની 2 ઇમેલ આઇડી પણ આપવા પડશે. યુનિ.ના અધિકારીએ કહ્યું, ઘણીવાર વિદ્યાર્થીઓનો સંપર્ક કરવામાં તકલીફ પડતા નિર્ણય આ લેવાયો છે.

B.Ed.ની ઓનલાઇન પરીક્ષા એક કલાક વહેલી લેવાઈ, યુનિ.એ કહ્યું ફરિયાદ મળશે તો ફરી લઈશું
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સોમવારની બીએડની સેમેસ્ટર એકની ઓનલાઇન પરીક્ષામાં ફરી ટેક્નિકલ પ્રોબ્લેમ આવતા વિદ્યાર્થીઓ પરેશાન થયા હતા. ઓનલાઇન પરીક્ષા 12ઃ30 કલાકની જગ્યાએ 11ઃ30 કલાકે શરૂ થઇ હતી. જેથી ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષા અાપી શકયા ન હતા. વિદ્યાર્થીઓની સાથે યુનિવર્સિટીના અધિકારી સૂત્રએ જણાવ્યું કે, સોમવારે બીએડ સેમેસ્ટર એકની રેગ્યુલર ઓનલાઇન પરીક્ષા હતી. જેમાં 11ઃ30થી 12ઃ29 કલાકમાં વિદ્યાર્થીઓએ લોગીન સહિતની પ્રક્રિયા પૂર્ણ કરવાની હતી. જે પછી 12ઃ30થી 13ઃ30 કલાકમાં ઓનલાઇન એમસીક્યૂ પરીક્ષા આપવાની હતી. પણ 11ઃ30 કલાકે વિદ્યાર્થીઓ લોગીન સહિતની પ્રક્રિયા 15 મિનિટમાં પૂર્ણ કરી કે તરત જ પરીક્ષા શરૂ થઈ હતી.

આ અંગે યુનિ.ના પરીક્ષા વિભાગના નિયામક અરવિંદ ધડૂકે જણાવ્યું કે, બીએડની સેમેસ્ટર એકની ઓનલાઇન પરીક્ષા 928 વિદ્યાર્થીએ આપી છે. માત્ર 50 વિદ્યાર્થી ગેરહાજર હતા. પ્રોબ્લેમ અંગે લેખિતમાં ફરિયાદ મળશે તો અમે વિદ્યાર્થીઓના હિતમાં તાકિદે બીજી ઓનલાઇન પરીક્ષા લઈશું.

અન્ય સમાચારો પણ છે...