આપઘાતનું પગલું:શેરબજારમાં નુકસાન થતાં છાત્રએ કોઝવેમાં પડતું મૂક્યું

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેડરોડના િપન્કેશે સુસાઇડ નોટ લખી હતી

શુક્રવારે બપોરે ટ્યુશને જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયેલા વેડરોડ રહેતા અને બીકોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીનો શનિવારે કોઝવેમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. વિદ્યાર્થી ઘરે સુસાઈડ નોટ મુકીને નીકળ્યો હતો. જેમાં તેણે શેરબજારમાં નુકશાન થયું હોવાથી આપઘાત કરવા માટે જઈ રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

વેડરોડ હરિઓમ સોસાયટી સોહમ એપાર્ટમેન્ટ ખાતે રહેતો પિન્કેશ દિનેશભાઈ કલસરીયા(27)આર.વી પટેલ કોલેજ ખાતે ટીવાય બીકોમનો અભ્યાસ કરતો હતો. શુક્રવારે બપોરે પિન્કેશ ઘરેથી ટ્યુશને જવાનું કહી નીકળ્યો હતો. જોકે ઘરેથી નીકળ્યા પહેલા તેણે સુસાઇડ નોટ લખી હતી. જેમાં તેણે પોતે `શેર બજારમાં નુકશાન થયું હોવાથી આપઘાત કરવા માટે જાઉ છંુ` તેનો ઉલ્લેખ કર્યો હોવાથી પરિવારે તેના ગુમ થવાની પોલીસને જાણ કરી હતી. શનિવારે સવારે કોઝવેમાં કોઈક વ્યક્તિનો મૃતદેહ હોવાની જાણ થતા ફાયરબ્રિગેડ ત્યાં પહોંચી હતી અને મૃતદેહ બહાર કાઢ્યો હતો.

દરમ્યાન પિન્કેશના પરિવારના સભ્યો તેની શોધખોળમાં નીકળ્યા હોય તેઓ લોકોનું ટોળુ જઈ ત્યાં પહોચ્યા હતા અને પિન્કેશની ઓળખ થઈ હતી. બનાવની જાણ થતા રાંદેર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. શેર બજારમાં રૂ. 67500નું નુકશાન થયું હોવાથી પિન્કેશે આપઘાતનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે રાંદેર પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...