તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Struggle Before The Success Of The Famous Hairstylist Payal Patel Of Surat ... There Was No Money To Start A Salon, Today He Takes Workshops At Home And Abroad

સ્ટાઇલમાંથી સફળતા:સુરતની જાણીતી હેરસ્ટાઇલિસ્ટ પાયલ પટેલની સફળતા પહેલાંનો સંઘર્ષ... સલૂન શરૂ કરવા પૈસા નહોતા, આજે દેશ-વિદેશમાં વર્કશોપ લે છે

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરતની પાયલ પટેલ પોતે માત્ર ધોરણ 10 સુધી જ અભ્યાસ કર્યો છે પણ હેરસ્ટાઇલમાં મેળવેલી નિપુણતાને કારણે આજે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરની વર્કશોપમાં શીખવે છે. જેમાં તેઓ વિદેશી વિદ્યાર્થીઓને હેરસ્ટાઈલની ટ્રેનિંગ આપે છે. 19 વર્ષની ઉંમરમાં જ જાતે સલુનની શરૂઆત કરી આજે વિવિધ રાજયોમાં વર્કશોપ અને સેમિનાર આપે છે. ત્રણ વર્ષમાં 15 હજારથી વધુ ઈન્ટરનેશનલ વિદ્યાર્થીઓને ઓનલાઈન ટ્રેઈન કર્યા છે સાથે ભારતના દરેક રાજયોમાં ઓફલાઈન ટ્રેનિંગ આપવા માટે જાય છે.

મારો જુસ્સો જોઈને પરિવાર મદદ માટે તૈયાર થયો
મેં ધો-10 પછી ડિપ્લોમાં એન્જિન્યરીંગમાં એડમિશન લીધું હતું. પરંતુ તેમાં કેટી આવતા એ સમયમાં પાર્લરનો કોર્સ શરૂ કર્યો. કોર્સ કર્યા પછી પોતાનું સલુન શરૂ કરવાનું નક્કી કર્યું અને 2 મહિના પછી 19 વર્ષની ઉંમરમાં ભણતર સલુન શરૂ કરવાનું નક્કી કર્યું. આ માટે મને ઘરેથી પરવાનગી ન હતી. પણ હું મક્કમ હતી. માતા-પિતાને એમ હતું કે મારામાં બિઝનેસની આવડત નથી. તેથી મેં જાતે પૈસા ભેગા કરવાનું નક્કી કર્યું. દુકાન શોધી. એ જોઈ મારા મારા-પિતાએ રૂ. 1 લાખ મને આપ્યા. મેં એ જ રકમમાં મારા નાના સલૂનની શરૂઆત કરી.

ઘરેઘરે ફરીને બ્રોશર આપતી આજે લોકો શીખવા આવે છે
શરૂઆતમાં કોઈ કમાણી થતી ન હતી અને ઘરે જતાં રોજ પૂછતા કે આજે કેટલી કમાણી થઈ ત્યારે મારી પાસે કોઈ ઉત્તર હતો નહિ. જાતે જ વીડિયો જોઈને સ્ટાઈલિંગ કરવાનું શરૂ કર્યું. મેં દરેકના ઘરે જઈ જઈને બ્રોશર આપીને માર્કેટિંગ કર્યું હતું. હવે ત્રણ વર્ષમાં ગુજરાત સહિત અને હું ભારતનાં દરેક રાજયમાં ટ્રેનિંગ આપી ચૂકી છું. તેમજ દુબઈ, મલેશિયા, આફ્રિકાથી લોકો શીખવા આવે છે.