તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાયીની બેઠક:સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી 2 વર્ષે તૈયાર થઈ, સ્ટેન્ડિંગે ફગાવતા કહ્યું, નવી તૈયાર કરો

સુરત14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 22 ટ્રેક્ટરો ફાળવવાની દરખાસ્ત દફ્તરે

શહેરી શેરી ફેરિયાઓ માટે સિટી સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી તૈયાર કરવા અને કન્સલ્ટન્સી નિમણૂંક કરવાના કામ પર સ્થાયી સમિતિની મળેલી બેઠકમાં બ્રેક લગાવાઇ છે. વર્ષ 2019ની જુની દરખાસ્ત હોવાથી હાલમાં ફાયર સેફટી સહિતના જરૂરી નોમ્સના સુધારા વધારા માટે નવેસરથી દરખાસ્ત લાવવામાં આવશે. જેથી વધુ અભ્યાસ અને વિચારણા માટે જૂની દરખાસ્ત દફતરે કરવામાં આવી હોવાનું કાર્યકારી અધ્યક્ષ ચીમન પટેલે જણાવ્યું હતું.

સેન્ટ્રલ ઝોનમાં કચરાના એકત્રિકરણ માટે ટ્રેક્ટર ફાળવણીના બહૂ ગાજેલા કૌભાંડમાં આખરે સ્થાયી સમિતિએ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ચાર વર્ષ માટે કચરા એકત્રિકરણના કામ અંગે 22 ટ્રેક્ટર ફાળવણીની દરખાસ્તને દફ્તરે કરી દેવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના નગરસેવકો દ્વારા સ્થાયી સમિતિની બેઠક સમયે મૌન વિરોધ પ્રદર્શન કરાયું હતું.

સુરત ટેક્ષટાઇલ માર્કેટની લીઝને નજીવા દરે 99 વર્ષ સુધી કરી દેવા માટેના ઠરાવને રદ કરવા, પાણીના મીટરો દુર કરીને પાણી બિલ રદ કરવા, પારદર્શક વહીવટ માટે સ્થાયી સમિતિ બેઠકનું લાઇવ ટેલીકાસ્ટ કરવા તથા નગરસેવકો ઉપર હુમલા કરનાર અધિકારીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહીની માંગણી સાથે નગરસેવકોએ મૌન વિરોધ કર્યો હતો. સ્ટેન્ડિંગ કમિટીની મિટીંગ રૂમ બહાર વિરોધ નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો