અલથાણ રોડ પર આશીર્વાદ એન્કલેવમાં રહેતા 37 વર્ષીય શેરબ્રોકર સંદીપ દાલમિયાના આપઘાત મામલે ખટોદરા પોલીસે હવે કોલ ડિટેઇલ્સ મદાર રાખ્યો છે. સાથે મોબાઇલમાં કેટલીક વસ્તુઓ ડિલીટ કરી હોવાની પોલીસને આશંકા છે. જેના કારણે પોલીસે શેર બ્રોકરના મોબાઇલની તપાસ કરાશે ઉપરાંત જે જગ્યાએ કારમાંથી ડેડબોડી મળી ત્યાના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરા ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે. ટૂંકમાં શેરબ્રોકરને જો કોઈ મુશ્કેલી ન હોય તો તે આ પગલું શા માટે ભરે ? બીજી વાત એ છે જે રીતે શેરબ્રોકરે આપઘાત કર્યો છે તે બાબતનો જાણકાર હોય તોજ આ રીતે આપઘાત કરી શકે,
કારમાં શેરબ્રોકરે હાઇડ્રોજન અને કાર્બનમોનોક્સાઈડના સિલિન્ડરને રેગ્યુલેટરથી ફિટ કરી માસ્ક વાટે બંને ગેસનું મિશ્રણ શ્વાસમાં લઈ આપઘાત કરી લીધો હતો. શેર બ્રોકરના પરિવારજનો પણ કંઈ છુપાવી રહ્યા હોય એવુ લાગે છે છતાં પોલીસ તમામ દિશાઓને બારીકાઇથી તપાસ કરી રહી છે. હાલમાં ખટોદરા પોલીસે તેના પિતા અને પરિજનોના નિવેદનો લેવા તજવીજ શરૂ કરી છે. ગુરુવારે સાંજે અલથાણના સોહમ સર્કલ પાસે સોહમ રેસીડેન્સી તરફ જવાના રસ્તા પર આઈ ટવેન્ટી કારમાંથી શેરબ્રોકરનો મૃતદેહ મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.