તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન્ટરવ્યુ:"5 વર્ષ પહેલા શેરમાર્કેટમાં રૂ.7000નું નુકશાન થયું હતું, આજે પણ રોકાણ કરતા ડર લાગે છે'

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતી કેરકટરને કેરીકેચર તરીકે દર્શાવાય છે ત્યારે ગુજરાતી તરીકે દુખ થાય છે. - Divya Bhaskar
ગુજરાતી કેરકટરને કેરીકેચર તરીકે દર્શાવાય છે ત્યારે ગુજરાતી તરીકે દુખ થાય છે.
  • સ્કેમ 1992 વેબ સિરિઝમાં કામ કરનારા સુરતના પ્રતિક ગાંધી અને હેમંત ખેર સાથે સિટી ભાસ્કરની વાતચીત

સ્કેમ 1992 વેબસિરિઝ આવી છે ત્યારથી ચર્ચામાં છે. હર્ષદ મહેતા કે પછી તેના ડાયલોગ હોય આ બધાને કારણે સિરિઝ ચર્ચામાં છે. પણ આ સિરિઝમાં એક કેરેક્ટરની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે. અને તે છે અશ્વિન મહેતાનું કેરેક્ટર. આ કેરેક્ટર ભજવનાર છે હેમંત ખેર અને તેઓ મુળ સુરતના છે. ત્યારે ડ્રામા અને ફિલ્મોથી સીધા વેબસિરિઝમાં કામ કરવાનો પ્રતિક ગાંધી અને હેમંત ખેરનો અનુભવ કેવો રહ્યો તે અંગે જાણ્યું હતું. વાંચો સિટી ભાસ્કરનો ખાસ અહેવાલ..!

કોસંબા ટાઉનથી લઈ સ્કેમ 1992 સુધીની સફર કેટલી સુહાની રહી?
હેમંત ખેર- મારા પરિવારમાં ફિલ્મ, ટેલિવિઝન, આર્ટ સાથે દુર દુર સાથે કોઈ લેવા દેવા નથી. હું જીદ કરીને આ ફિલ્ડ સાથે સંકળાયેલો છું. નેશનલ સ્કુલ ઓફ ડ્રામામાં હતો ત્યારે રાઇટીંગની ઓફર થઈ, કોઈએ ડિરેક્શનની ઓફર કરી તો એ કરી લીધું, કોઈએ એક્ટિંગ કોચિંગની ઓફર કરી તો તે કરી લીધું. ભલે મને એક્ટરની ઓળખ મળતા સમય લાગ્યો પણ હું આ સફર દરમિયાન દરેક વસ્તુ શીખતો ગયો અને તેના કારણે જ આ સફર સુહાની જ લાગે છે.

અશ્વિન મહેતાનો રોલ કેવી રીતે મળ્યો અને આ રોલ માટે કેવી રીતે તૈયારી કરી હતી?
હેમંત ખેર: કાસ્ટિંગ કંપનીના કોલ દરમિયાન આ રોલ માટે ઓફર થઈ હતી. અશ્વિન મહેતા વિશે ઇન્ટરનેટ કે બીજે ક્યાંય બહુ માહિતી ઉપલબ્ધ નથી, પણ આ વેબસિરિઝમાં ઘણુ રિસર્ચ કરેલી 550 પાનાની સ્ક્રિપ્ટ હતી. એમાંથી પાત્ર માટે નાનામાં નાની માહિતી પણ હતી. અશ્વિન મહેતાનું પાત્ર ભજવવાની સૌથી મોટી ચેલેન્જ એ હતી કે એમના માટે બે-ચાર લાઈનો છોડીને એવી ખાસ લાઈનો નહોતી કે કોઈ ખાસ ગીમીક કરવાના હતા અને હર્ષદ મહેતાનો પડછાયો બનીને રહેવાનું હતું.
સિરિઝમાં સ્ટોક માર્કેટની આટલી બધી વાત થાય છે તો તમે શેર માર્કેટમાં રોકાણ કરો છો?
પ્રતિક ગાંધી-હેમંત ખેર: અગાઉ મેં રોકાણ કર્યું હતું. 15-20 હજાર રોક્યા હતા અને તેમાં 7000નું નુકશાન થયું ત્યારથી કાન પકડ્યા કે હવે નથી કરવું. હવે શેર માર્કેટ વિશે બધુ જ ખબર પડે છે પણ હજુ સુધી મને રોકાણ કરતા ડર લાગે છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ગુજરાતી કેરેક્ટરને કેરીકેચર તરીકે દર્શાવવામાં આવે છે તે અંગે શું માનવું છે?
પ્રતિક ગાંધી-હેમંત ખેર: આ એક વાત પંકાઈ ચુકી છે. એક પોપ્યુલર કેરેકટરને લઈને દરેક ગુજરાતીને લોકો એ જ હાકામાં જોતા આ‌વ્યા છે. અને મેકર્સે પણ તેને ફોલો કરતા ગયા અને તેને કારણે જ આજે ગુજરાતી કેરેકટર તમને કેરીકેચર તરીકે જોવા મળે છે. એક ગુજરાતી તરીકે આ જોઈને દિલમાં ચોટ પણ પહોંચે છે. કારણ કે કોઈ ગુજરાતી આ પ્રકારનું હિન્દી ક્યારેય બોલતા જ નથી.

અન્ય સમાચારો પણ છે...