તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સાવકા પિતાએ જ16 વર્ષની પુત્રીનો નાહતાે વીડિયો ઉતાર્યો

સુરત16 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સાવકા પિતાએ જ 16 વર્ષની દિકરીની છેડતી કરી સ્નાન કરતો વીડિયો ઉતાર્યો હોવાની ફરિયાદ સરથાણા પોલીસમાં નોંધાઈ છે. ખોલ વિસ્તારમાં રહેતી 42 વર્ષની મહિલાના છુટાછેડા થયા હતાં. તે સમયે તેમને એક દિકરી હતી. છુટાછેડા બાદ બીજા લગ્ન કર્યા હતાં. દિકરી 12 વર્ષની થઈ ત્યારે સાવકા પિતાએ તેને અડપલાં કર્યા હતા અને કહ્યુંં કે, જો કોઈને વાત કરીશ તો હું તારી મા અને ભાઈને જાનથી મારી નાંખીશ.

પરિવારને ખબર પડતા સાવકા પિતાએ બાહેંધરીખત લખી કહ્યું કે,‘હું મારા પિતા તરીકેની ફરજ પુરી કરીશ.’ 10 માસ પહેલા પરિવાર વતન ગયો ત્યારે સાવકા પિતાએ દિકરીનો નાહતાે વીડિયો ઉતાર્યો હતો.થોડા સમય પહેલા જ સ્કૂલમાં ગુડટચ બેડટચ સેમિનાર સાંભળતા પિતાએ પ્રાઈવેટ ભાગમાં પણ અડપલા કર્યા હોવાની વાત કરતાં માતાએ સરથાણા પોલીસમાં છેડતીની ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો