• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Status Of The Village Was Changed To A City But The Lake Of Bhatha Village Remained Thirsty For Development Even For 2 Years

રોગચાળાની ભીતિ:ગામનો દરજ્જો શહેરમાં ફેરવાયો પણ ભાઠા ગામનું તળાવ 2 વર્ષે પણ વિકાસ માટે તરસ્યું

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગામ શહેરમાં સમાવાયો ન હતો ત્યારે તળાવની સ્થિતિ - Divya Bhaskar
ગામ શહેરમાં સમાવાયો ન હતો ત્યારે તળાવની સ્થિતિ
  • જળકુંભીના લીધે સૂર્ય પ્રકાશ પાણી સુધી પહોંચતું ન હોવાથી પાણી હવે દુર્ગંધ મારતું થયું

શહેરનો દરજ્જો મળવાના 2 વર્ષ બાદ પણ નવા સમાવિષ્ટ વિસ્તારોમાં વિકાસ કામગીરી ઝડપ પકડી રહી નથી. તાજેતરમાં જ છેવાડાનાં નવા વિસ્તારોને પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ ન હોવાના લીધે વેરા બિલમાં યુઝર્સ ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી હતી. નવા સમાવિષ્ટ ગામોમાં ગામ તળ એરિયાને ડેવલપ કરવા પાલિકાએ ખાસ જોગવાઇ કરી છે. જેમાં બાગ-બગીચા, પાણીની ટાંકી, તળાવ અને સ્મશાન સહિતના લોકેશનને પ્રાથમિક ધોરણે વિકાસ કરવાની તાકીદ છતાં ભાઠા ગામનું વિશાળ તળાવ 2 વર્ષ પછી પણ વિકાસ માટે તરસી રહ્યું છે. સમગ્ર તળાવમાં જળકુંભી ઉગી નીકળી છે.

ભાઠા ગામનો શહેરમાં સમાવેશ કરાયા બાદ સ્થિતિ બગડી
ભાઠા ગામનો શહેરમાં સમાવેશ કરાયા બાદ સ્થિતિ બગડી

જેના લીધે સમગ્ર ગામમાં મચ્છરોનાં ત્રાસના લીધે રોગચાળાની ભીતિ ફેલાઇ છે. સૂર્ય પ્રકાશ પાણી સુધી પહોંચતું ન હોવાથી બંધિયાર પાણી હવે દુર્ગંધ મારતું થયું છે. ગ્રામજનોને તો ઠીક જળકુંભીના અજગરી ભરડાના લીધે પશુઓને પણ તરસ છુપાવવા માટે હાલાકી પડી રહી હોવાની ફરિયાદ ઊઠી છે. આ તળાવ ભાઠા ગામ શહેરમાં સમાવાયો ન હતો ત્યારે કેવો હતો? અને હાલ શહેરના દરજ્જા પછી કઇ સ્થિતિમાં છે? તે બંને પરિસ્થિતિ દર્શાવતી તસવીર જ બધું કહી જાય છે.

અન્ય સમાચારો પણ છે...