સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર પાસે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવા માટે માંગ કરવામાં આવી હતી. જેમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવા અંગે પ્રોવિઝનલ મંજૂરી મળી ગઈ હતી. ગુજરાત બોર્ડ દ્વારા મંજૂરી મળી ગયા બાદ હવે કોર્પોરેશન શાળા સ્ટાફ માટેની ભરતી પ્રક્રિયા શરૂ કરશે. આચાર્ય સહિત 88 કર્મચારી ભરતી માટે સ્થાયી સમિતિ નિર્ણય લેશે
3 અંગ્રેજી અને 2 ગુજરાતી માધ્યમની શાળા શરૂ કરાશે
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંદર વિદ્યાર્થીઓની સંખ્યાનો અન્ય રીતે વધી રહી છે. તેવી જ રીતે સુમન શાળામાં પણ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. જેને કારણે કોર્પોરેશન દ્વારા વધારાની 5 સ્કૂલ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. 5 શાળાઓ પૈકી ત્રણ અંગ્રેજી માધ્યમની અને બે ગુજરાતી માધ્યમની શાળા શરૂ કરવામાં આવશે.
આચાર્ય સહિતના સ્ટાફ ની ભરતી કરાશે
નવી શરૂ થનારી સુમન શાળા માટે આચાર્ય અને આસિસ્ટન્ટ ટીચરની ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. તેની સાથે જ શાળામાં ત્રીજી શ્રેણીના પટાવાળા અને ક્લાર્ક મળીને કુલ 88 કર્મચારીઓની ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. શિક્ષણનો મુદ્દો સતત રાજકીય ફલક ઉપર છવાયેલો રહેતો હોવાથી કોર્પોરેશનના સ્થાયી સમિતિ દ્વારા ઝડપથી આ દિશામાં પણ નિર્ણય લેવાશે તેવું લાગી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.