મંજૂરી:સ્થાયી સમિતિમાં 736 કરોડના નાના-મોટા 166 કામોને મંજૂરી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લાસ્ટ ઇનિંગ : સવારે સ્ટેન્ડિંગ, સાંજે સામાન્ય સભા

શુક્રવારે સવારે સ્ટેન્ડિંગની બેઠક બાદ બપોરે ટર્મની અંતિમ સામાન્ય સભા મળી. ટર્મની છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીમાં નાના-મોટા 736 કરોડના વિકાસ કામોને મંજૂરી આપી કુલ 166 કામો રજૂ કરાયા. તેમાં, ચેરમેન અનિલ ગોપલાણીએ સિટી સ્કવેર ડેવલોપમેન્ટ, સ્મીમેરમાં સુપર સ્પેશ્યાલિટી મેડીકલ સેવાઓ, કામરેજ ચાર રસ્તા ખાતે પીપીપી ધોરણે ફૂટ ઓવર બ્રિજ સહિતના જૂના વર્ષના મુલત્વી રહેલા 28 જેટલા કામો દફ્તરે કરી દીધા છે. 31 ડિસેમ્બર સુધીમાં રિટાયર્ડ તબીબોને વધુ 3 માસ એક્સટેન્સન અપાયું છે.

5 ઈજારદારોની ડિપોઝિટ રકમ જપ્ત
ભેસ્તાન આવાસ અને કોસાડમાં રોડ બાજુએ વૃક્ષારોપણ કરી નિભાવ કામમાં બેદરકાર રહેનાર ઈજારદાર શ્રી આનંદ ગાર્ડન ક્ન્સલ્ટન્સી, સાઉથ ઝોનમાં રસ્તાઓ પર સ્ટ્રીટલાઈટ સુવિધામાં બેદરકાર રહેનાર ઈજારદાર વોલ્કર ઈલે. રાજકોટ, તથા પાલિકાની બિલ્ડીંગના એ.સી., વોટર કુલર, રેફ્રીજરેટરને મરામત નિભાવમાં બેદરકાર વ્રિન્દા એસી સોલ્યુશન, મેડીકલ સપ્લાયમાં બેદરકારી રાખનાર મે.સ્ટેનરેલ પ્રા.લી. તથા રફ કોટ સ્ટેન સપ્લાયમાં નિષ્ફળ સપ્લાયર શ્રીનીલ સ્ટોનને કાળી યાદીમાં મુકવાના જૂની દરખાસ્તોમાં પાંચેય ઈજારદારોને બ્લેક લિસ્ટ નહીં કરી એએમડીની રકમ જપ્ત કરવાનો નિર્ણય સ્થાયીએ લીધો છે.

સેન્ટ્રલ ઝોનમાં ડ્રેનેજ નેટવર્કના 37 કરોડના કામો
સેન્ટ્રલ ઝોનમાં કોટ સહિતના વિસ્તારોમાં ડ્રેનેજ નેટવર્કના 100 કરોડના માસ્ટર પ્લાનમાં 60 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. પહેલાના 9 પેકેજોમાં 10 ટકા કામ બાકી છે. ત્યારે બાકીના ડ્રેનેજ નેટવર્ક માટે 37 કરોડના કામોની દરખાસ્તને મંજૂર કરાઈ છે. સ્વર્ણીમ યોજના હેઠળ ગ્રાંટ પણ પ્રાપ્ત થશે.

અન્ય સમાચારો પણ છે...