તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું, ‘ભૂલ શોધવા 50 લાખ આપવાના? હું કન્ફ્યુઝ છુ’

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોસાડમાં ખાનગી જમીનમાં પાલિકાના આવાસ બની ગયાની તપાસ માટે 50 લાખ ખર્ચવાની દરખાસ્ત મુલતવી

સ્થાયી સમિતિની બેઠકમાં કોસાડ આવાસ ખાનગી જગ્યા પર બાંધી દેવાના જૂના વિવાદ અને તેની તપાસમાં વધુ 50 લાખનો કમિટી પાછળ ખર્ચાની દરખાસ્તને અધ્યક્ષ પરેશ પટેલે મુલતવી કરી દીધી છે. તેમનું કહેવું હતું કે, આવો કિસ્સો પ્રથમ આવ્યો છે. હું કન્ફ્યુઝ છું, ખરેખર અધિકારી ઇન્વોલ્વ્ડ છે કે કેમ? તે માટે સૌ પ્રથમ થયેલી ખાતાકીય તપાસ સહિતના રિપોર્ટ મંગાવવામાં આવશે. 2009માં હાઉસિંગ બોર્ડ પાસે લીધેલી 11.98 લાખ ચો.મી. જમીન પર કોસાડ આવાસ બનાવ્યા પણ વચ્ચે આવતી 21,792 ચો.મી. ખાનગી જમીનમાં પણ 1776 આવાસ બની જતાં આ ભૂલની 2015 માં ખબર પડતાં પાલિકાએ કમિટી બનાવી હતી.

એક બેઠકનો ખર્ચ 1 લાખ નક્કી કરાયો હતો. તપાસ કમિટીએ ભૂલ શોધવા 22 બેઠક કરી તેનો ખર્ચ 21.53 લાખ થઈ ગયો છે! વર્ષ 2017માં 22 બેઠક થઈ હતી. 2018 જાન્યુઆરીમાં કમિટીએ કમિશનરને રિપોર્ટ તૈયાર કરતાં વધુ આંઠ મહિના થશે અને વધુ 40 થી 50 બેઠકો થાય તેમ જણાવ્યું હતું.! તેથી એક લાખ ખર્ચ લેખે 50 લાખ ખર્ચની સંભાવના છે.

ઉપરાંત વધુ 10થી 15 મીટિંગ રિપોર્ટ લખવા થશે પરંતુ તેનો કોઈ ચાર્જ લેશે નહીં તેમ પણ તપાસ કમિટીએ જણાવ્યું હતું. 2018થી ફાઇલ અભરાઈએ ચઢાવી દેવાઈ હતી. જે તે વખતે ટાઉન પ્લાનર ડી.એન.બસાક સામે આક્ષેપો થયા હતાં હાલમાં બસાક સેન્ટ્રલ ઝોનમાં ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર છે. આ મામલેે દરખાસ્ત હાલ મુલતવી કરી છે. તપાસના રિપોર્ટ સહિતની માહિતી મંગાવાઇ છે.

ગોટાલાવાડી ટેનામેન્ટના અસરગ્રસ્તો માટે શાસકોએ હાથ ઉંચા કરી દીધા
​​​​​​​ગોટાલાવાડી પ્રકરણમાં પાલિકા અને ઇજારદારો વચ્ચે પિસાતા 1304 ટેનામેન્ટના અસરગ્રસ્તોનું અટકેલું ભાડું સ્લમ સેલે મુકેલી દરખાસ્તને પગલે મળશે તેવી શાસકો પરની આશા પણ નકામી નીવડી છે. સ્થાયી ચેરમેને દરખાસ્તને પરત કરી દીધી છે અને કારણ આપ્યું હતું કે મેટર કોર્ટમાં છે. ઇજારદારના અન્ય કામની ડિપોઝિટ જપ્ત કરી અસરગ્રસ્તોને આપવી એવી કોઈ જોગવાઇ નથી. તેથી કોર્ટ નિર્ણય જે થાય તેના પર જ બધો મદાર છે. રિ-ડેવલપમેન્ટ પોલિસી સ્ટેટ ગવર્મેન્ટની છે પાલિકાએ માત્ર ઇમ્પલિમેન્ટેશન જ કરવાનું છે.! તેથી દરખાસ્ત પરત કરવામાં આવી છે.

​​​​​​​કતારગામ ગોટાલાવાડી ટેનામેન્ટ રીડેવપમેન્ટનો પ્રોજેકટ એજન્સીને અપાયો છે. કામગીરી નહીં કરતા એજન્સીને બ્લેકલિસ્ટ કરી દેવાઇ હતી. પાલિકા અને અસરગ્રસ્તો સાથેના કરાર છતાં ઓગસ્ટ 2020 બાદ ઈજારદારે ભાડાની રકમ ચુવવામાં ન આવતાં લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ પહેલાં પાલિકાએ ગોટાલાવાડી ટેનામેન્ટના પ્રોજેકટની રકમમાંથી ભાડું ચુકવ્યું હતું. બાદ 1.20 કરોડ સરપ્લસ થઈ ગયાં છે.

અન્ય સમાચારો પણ છે...