તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રવિવારે 7 ફેબ્રુઆરીના રોજ સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી જેમાં સ્ટેડિયમ પેનલનો 19-2થી ભવ્ય વિજય થયો હતો. સ્ટેડિયમ પેનલના 19 અને પરિવર્તન પેનલના 2 સભ્યો ચુંટાયા હતા. સ્ટેડિયમ પેનલને 59% તો પરિવર્તને 41% ટકા વોટ મળ્યા હતા. આ વર્ષે કુલ 67 ટકા મતદાન થયું હતું. 4500 સભ્યોમાંથી કુલ 2996 સભ્યોએ વોટિંગ કર્યું હતું. ગઈ ટર્મ 2016માં 2712 સભ્યોએ મતદાન કર્યું હતું. આ વર્ષે કુલ 71 મતો રદ કરાયા હતા. મતગણતરી મોડી રાત સુધી ચાલી હતી અને રાત્રે 12 વાગ્યે પરિણામ જાહેર કરાયું હતું.
પરિવર્તન પેનલના ધનસુખ પટેલ અને વિપુલ મુન્સી જીત્યા હતા. સ્ટેડિયમ પેનલ તરફથી હેમંતભાઈ કોન્ટ્રાક્ટર, કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર, મુકેશ દલાલ, ડો. નૈમેષ દેસાઈ, કિરીટકુમાર દેસાઈ, સીએ મયંક દેસાઈ, યતિન દેસાઈ, હેમંત જરીવાલા, પરેશ જરીવાલા, અનિલ જુનેજા, ગોવિંદ મોદી, દેવરાજ મોદી, સીએ હિતેન્દ્ર મોદી, હિતેન્દ્ર પટેલ, નિલેશ પટેલ, દીપ શાહ, ધવલ શાહ, મિતુલ શાહ, રમેશ શાહ વિજેતા થયા હતા તેમજ યશેશ સ્વામીની વિપુલ મુન્સી સામે 67 વોટથી હાર થઈ હતી.
સ્ટેડિયમ પેનલને સરેરાશ 1724 મત
શરૂઆતના 2 કલાકમાં 700થી વધુ લોકોએ વોટિંગ કર્યું હતું. ત્યારબાદ સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 67 ટકા મતદાન થયું હતું. સ્ટેડિયમ પેનલના ઉમેદવારોને સરેરાશ 1724 અને પરિવર્તન પેનલને 1199 વોટ મળ્યા હતા. ટકાવારી પ્રમાણે સ્ટેડિયમ પેનલને 59 તો પરિવર્તનને 41 ટકા વોટ મળ્યા હતા. સૌથી વધારે વોટ પરિવર્તન પેનલના ધનસુખ પટેલ (2091) ને મળ્યા હતા. બીજા નંબર પર કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર (1973) રહ્યા હતા. સૌથી ઓછા મત ઉજ્વલ રામવાલા (993)ને મળ્યા હતા.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.