તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:દારૂ પાર્ટીમાં ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટરનો પુત્ર પણ પકડાયો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પત્નીઓ દમણ ગઇ ને પતિઓએ ઘરમાં દારૂ પાર્ટી કરી
  • અજાણ્યો દારૂ આપી ગયો હોવાનું આર્કિટેક્ટનું રટણ

અલથાણમાં બંગલામાંથી દારૂની મહેફિલ માણતા પકડાયેલા 10 વેપારીઓમાં ભાજપના માજી કોર્પોરેટર જીતેન્દ્ર બારોટનો પુત્ર ચારુલ બારોટ પણ સામેલ હતો. વેપારીઓની પત્નીઓ દમણમાં ફરવા જતા વેપારીઓએ ભેગા મળી બંગલામાં દારૂની પાર્ટીનું આયોજન કર્યું હતું. શુક્રવારે મોડી રાત્રે અલથાણ સેકન્ડ વીઆઈપી રોડ પર બાલાજી બંગ્લોઝના એક બંગલામાં દારૂની મહેફિલ પર ખટોદરા પોલીસે રેડ પાડી પીધેલી હાલતમાં 10 વેપારીઓને ઝડપી પાડયા હતા. બંગલામાંથી 3 દારૂની બોટલો અને એક હુક્કો મળી આવ્યો હતો.

દોઢ વર્ષથી બંગલામાં ભાડે રહેતા આર્કિટેક્ટ ધ્રુપદ રાઠોડે મિત્રો સાથે દારૂની પાર્ટી ગોઠવી હતી. પાર્ટી માટે દારૂની બોટલો આર્કિટેક્ટ ધ્રુપદ રાઠોડ લાવ્યો હોવાની વાત પોલીસ તપાસમાં બહાર આવી છે. જો કે તેને આ દારૂની બોટલો કોણે આપી તે અંગે હજુ સુધી સાચી માહિતી બહાર આવી શકી નથી.

એફઆઇઆરમાં અજાણ્યો દારૂની બોટલ આપી હોવાનો ઉલ્લેખ કરાયો છે. ખરેખર ખટોદરા પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરે તો દારૂ સપ્લાય કરનાર મોટા માથાનું નામ પણ બહાર આવી શકે છે. એટલું જ નહિ આર્કિટેક્ટ ધ્રુપદ રાઠોડની શુકવારની કોલ ડિટેઇલ્સ તપાસ કરાય તો પણ કેટલીક હકીકતો પોલીસને મળી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...