તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:સ્મીમેરમાં દૈનિક 1.7 મે.ટન ઓક્સિજન ઉત્પન્ન કરાશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્લાન્ટનું લોકાર્પણ કરતા મેયર. - Divya Bhaskar
પ્લાન્ટનું લોકાર્પણ કરતા મેયર.
  • 1.73 કરોડના પ્લાન્ટનું લોકાર્પણ કરાયું

કોરોનાની બીજી લહેરમાં સુરતમાં ઓક્સિજની ભારે અછત સર્જાઇ હતી. હવે ઓક્સિજનની અછત દૂર કરવા માટે ઓક્સિજન ઉત્પન્ન કરતા પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યા છે. આજે પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં આઇરોક્સ કંપનીના પીએસએ ઓક્સિજન કોન્સન્ટ્રેટર પ્લાન્ટનું મેયર હેમાલી બોઘાવાલાના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. આ પ્લાન્ટની કિંમત રૂપિયા 1,73,25,000 છે. જે 850 લીટર પર મીનીટ હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરે છે.

આ પ્લાન્ટ દ્વારા ઉત્પન્ન થતાં ઓક્સિજનની શુધ્ધતા ઇન્ડિયન ફાર્મેકોપીઆ સ્ટાન્ડર્ડ મુજબ છે. પ્લાન્ટ દ્વારા પ્રતિ દિવસ 175 જમ્બો સિલીન્ડર જેટલો (દૈનિક 1.7 મેટ્રીક ટન) ઓક્સિજન ઉત્પન્ન કરી શકાય છે. જેના થકી લાંબા ગાળે ઓક્સિજન પાછળ થતાં ખર્ચમાં રાહત મળશે. તેમજ ઓક્સિજન માટે કોઇ સપ્લાય ઉપર નિર્ભર રહેવું પડતું નથી. પીએસએ પ્લાન્ટ સિલીન્ડર તેમજ એલએમઓ કરતાં વધુ સલામત છે. જેથી દર્દીઓને ઘણો ફાયદો રહેશે. પ્લાન્ટ ઓપરેટ કરવા માટે લિક્વિડ મેડિકલ ઓક્સિજન અને સિલીન્ડર સિસ્ટમ કરતા ઓછા મેન પાવરની જરૂર પડે છે.જેથી આરોગ્ય ક્ષેત્રે ઉપયોગી રહેશે.

અન્ય સમાચારો પણ છે...