સુરત:ક્વોરેન્ટાઈન માટે બનાવાયેલી SMC Covid-19 Tracker એપ્લિકેશન સફળ રહેતા અન્ય શહેરોમાં લાગુ થશે

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હોમ ક્વોરેન્ટાઈન એપ્લિકેશનનું મોનિટરીંગ કરતાં પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ ત્રિપલ ટી સિસ્ટમને અસરકારક ગણાવી હતી.
  • SMC Covid-19 Tracker એપ્લિકેશન સફળ પ્રયોગ રહી
  • ક્વોરેન્ટાઈનમાં રહેતા લોકોની પળેપળની માહિતી મળે છે

સુરતઃ હાલ વિશ્વભરમાં કોરોના વાઈરસ કાળો કેર વર્તાવી રહ્યો છે. આ વાઈરસની દવા હજુ નથી પરંતુ સોશિયલ ડિસ્ટન્સ એ જ એક્સિર ઈલાજ હાલ છે. જેથી સુરત મહાનગરપાલિકા દ્વારા વિદેશથી આવેલા અને સ્થાનિક કોરોનાગ્રસ્ત શંકાસ્પદ લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યાં છે.હોમ ક્વોરેન્ટાઈલમાં રહેલા લોકો અન્ય જગ્યાએ ન નાસી જાય કે ઘરની  બહાર ન નીકળે તે માટે પાલિકા દ્વારા SMC Covid-19 Tracker એપ્લિકેશન બનાવવામાં આવી છે.આ એપ્લિકેશન 3600 લોકોના મોબાઈલમાં ઈન્સ્ટોલ કરવામાં આવી છે. જેથી હોમ ક્વોરેન્ટાઈલની પળેપળની માહિતી એસએમસીને મળી રહે છે. આ પ્રયોગ સફળ રહેતા અન્ય શહેરમાં પણ આ સિસ્ટમ લાગુ કરવાની વિચારણા થઈ રહી છે

પાલિકા ત્રણ ટી પર કામ કરે છે-કમિશનર
પાલિકા કમિશનર બંછાનિધિ પાની જણાવે છે કે, પાલિકા હાલ ત્રણ ટી પર કામ કરે છે. જેમાં ટ્રેકિંગ,ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ પર વિશેષ ભાર આપવામાં આવે છે. હાલ 3600 લોકો પર પાલિકા દ્વારા SMC Covid-19 Tracker એપ્લિકેશનનો સફળ પ્રયોગ થયો છે. જે અન્ય શહેરમાં પણ અમલી કરી શકાય છે.  

પાલિકાને વિગતો મળતી રહે છે
ગૂગલ પ્લે સ્ટોર પરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને હોમ ક્વોરેન્ટાઈનના ફોનમાં અપલોડ કરી દેવામાં આવેછે. જેમાં હોમ ક્વોરેન્ટાઈનના લોકેશનથી લઈને તમામ વિગતો એડ કરી દેવામાંઆવેછે. ત્યારબાદ હોમ ક્વોરેન્ટાઈનની રોજ રોજના થતા ટેસ્ટ અને ટ્રીટમેન્ટની પણ વિગતો એડ કરી દેવામાં આવે છે. હોમ ક્વોરેન્ટાઈનની રોજની તેમની હાલત અને પરિસ્થિતિ અંગેની સેલ્ફી પણ અપલોડ કરવાની રહે છે. પાલિકા દ્વારા ઓનલાઈનની સાથે ઓફલાઈન પણ હોમ ક્વોરેન્ટાઈનની રોજ રોજ મુલાકાત લઈને તપાસ થતી હોવાનું પાલિકા કમિશનરે જણાવ્યું હતું. 

અન્ય સમાચારો પણ છે...