વેધર:ત્રણ દિવસ આકાશ વાદળછાયું રહેશે પણ ગરમીમાં રાહત નહીં

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 8- 9 માર્ચ દરમિયાન માવઠાંની શક્યતા
  • સપ્તાહમાં ગરમીનો પારો 40 ડિગ્રી થશે

શહેરમાં આગામી ત્રણ દિવસ સુધી આકાશ આંશિકઅંશે વાદળછાયું રહેવાની શક્યતા છે. 8 અને 9 માર્ચના રોજ સુરત શહેર તથા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. દિવસ અને રાત્રિનું તાપમાન 35થી 37 ડિગ્રી અને 20થી 23 ડિગ્રીની વચ્ચે રહેવાની સંભાવના છે. 9 માર્ચ બાદ ગરમીનું પ્રમાણ વધશે અને પારો 40 ડિગ્રી સુધી જવાની શક્યતા છે.

આ અંગે હવામાન વિભાગના જણાવ્યાનુસાર, રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 36.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 20.2 ડિગ્રી નોંધાયું હતું. આ સાથે જ શહેરના વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 60 ટકા અને સાંજે 28 ટકા રહ્યું હતું. ઉત્તર-પશ્ચિમ દિશાથી 5 કિ.મીની ગતિએ પવનો ફૂંકાયા હતા. નોંધનીય છે કે, કાલથી માવઠાની આગાહીથી રાત્રિનું તાપમાન 2થી 4 ડિગ્રી સુધી વધશે. જેના કારણે રાત્રે ગરમીનું પ્રમાણ વધતું જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...