તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પારણાં:સુરત પાલિકામાં બંધ બારણે ચાલતા ભ્રષ્ટ વહીવટના વિરોધમાં ચાલી રહેતા 'આપ'ના ઉપવાસના છઠ્ઠા દિવસે પારણાં

સુરત8 દિવસ પહેલા
પ્રતિષ્ઠિત અગ્રણીઓ તેમજ શહેરની જુદી જુદી સોસાયટીના પ્રમુખોની સમજાવટથી ઉપવાસ છોડ્યા.
  • ​દલિત સમાજની દિકરીઓના હસ્તે પારણાં કરવામાં આવ્યા

સુરત મહાનગર પાલિકાના બંધ બારણે ચાલતા ભ્રસ્ટ વહીવટના વિરોધમાં ઉપવાસ પર ઉતરેલા આમ આદમી પાર્ટીના વિરોધપક્ષના નેતા ધર્મેશભાઈ ભંડેરી અને તેમના સાથી નગર સેવકો સાથે ઉપવાસના છઠ્ઠા દિવસે પારણાં કર્યા હતા. પાર્ટીના સંસ્થાપક, આદરણીય વડીલ પ્રો.કિશોરભાઇ દેસાઇ ઉપરાંત શહેરના પ્રતિષ્ઠિત અગ્રણીઓ તેમજ શહેરની જુદી જુદી સોસાયટીના પ્રમુખોની સમજાવટથી એમના ઉપવાસ છોડ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, પાણીબીલ માફ કરવા,સુરત ટેક્સટાઇલ્સ માર્કેટની લીઝ બાબતનો નવો ઠરાવ રદ્દ કરાવવા તેમજ જનપ્રતિનિઓ ઉપર પોલીસ તેમજ પાલીકાના માર્શલો દ્વારા થયેલા હુમલો કરનાર અઘિકારીઓ વિરુઘ્ઘ કડક પગલા ભરવાની માંગણીઓ સાથે વિરોધ કર્યો હતો.

ઉપવાસ સિવાયના જલદ ઉપાયો અજમાવવાની તૈયારી
​દલિત સમાજની દિકરી વર્ષા રામદાસ તડવી અને અસ્મિતા રમેશભાઇ તડવીના હસ્તે વિરોધ પક્ષના નેતા ધર્મેશભાઈ ભંડેરી અને સાથી જન પ્રતિનિઘીઓએ પારણાં કર્યા છે. ​​સૌનું માનવું છે કે મહાનગરપાલિકાના વહીવટમાં એક બે મુદ્દાનો ભ્રષ્ટાચાર નથી. સમગ્ર વહીવટ ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યો છે. આ ભ્રષ્ટાચાર દૂરકરવા આપના નગર સેવકોએ અને શહેરના નાગરિકોએ લાંબી લડત આપવી પડશે એ માટે ઉપવાસ સિવાયના જલદ ઉપાયો અજમાવવાની તૈયારી કરવાની છે. ​ઉપવાસમાં અસંખ્ય શહેરીજનોના ગુજરાતભરમાંથી સાથ સહકાર, સમર્થન મળ્યા છે. સૌનો દિલથી આભાર માન્યો હતો.

દિકરીઓના હાથે પારણાં કર્યા.
દિકરીઓના હાથે પારણાં કર્યા.

કોરોના મહામારીને ધ્યાનમાં રાખી પારણાંનો નિર્ણય
કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે, અમારું આંદોલન આ ત્રણે મુદ્દાઓને લઈને જરૂર રહેશે. હાલ કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અમે છેલ્લા છ દિવસથી ઉપવાસ પર બેઠા હતા. ત્યારે અનેક લોકો અમને મળવા આવતા હતા અને તેના કારણે થોડો ડર એ પણ હતો કે કોરોના સંક્રમણ અમારામાંથી જો કોઈને થાય તો વધુ લોકો સંક્રમિત થઈ શકે છે. જેથી મહામારીને ધ્યાનમાં રાખીને અમે આ નિર્ણય લીધો છે આજે ભલે પારણા કરી લીધા છે. પરંતુ સુરતની પ્રજાના હિતમાં અમે આ મહત્વના મુદ્દા તેમ જ આવનાર દિવસોમાં સુરત શહેરના હિતમાં સતત આ પ્રકારના કાર્યક્રમો આપતા રહીશું.

વિરોધમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
વિરોધમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો