તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દોસ્ત કે દુશ્મન!:યુવતીને બદનામ કરનાર બહેનપણી જ નીકળી, સલાબતપુરાની યુવતીનું ફેક એકાઉન્ટ બનાવી ધમકી આપી હતી

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

સલાબતપુરાની યુવતીનું સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવીને બદનામ કરવાની ધમકી આપવાના ગુનામાં પોલીસે યુવતીની બહેનપણીની ધરપકડ કરી છે. નાઝનીન( નામ બદલ્યું છે) મહેંદીકામ કરીને ગુજરાન ચલાવે છે. અજાણ્યાએ નાઝનીનનું ફેક એકાઉન્ટ બનાવીને તેણીના મિત્રો પાસેથી નાઝનીનના ફોટાઓની માંગણી કરતો હતો. તેમજ ફોટો વાઇરલ કરવાની ધમકી આપતો હતો. નાઝનીને સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

તપાસમાં ખબર પડી કે નાઝનીનને હેરાન કરનાર કોઈ યુવક નહીં પણ તેણીની બહેનપણી મુમતાઝ( નામ બદલ્યું છે) નીકળી હતી. પૂછપરછ કરતા ખબર પડી કે નાઝનીન તેના ઓળખીતાઓમાં મુમતાઝના કેરેક્ટર અને પ્રેમી વિશે ખરાબ વાતો કરતી હતી. તેથી બદલો લેવા તેણે ફેક એકાઉન્ટ બનાવીને બદનામ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser