ચેમ્બરની રજૂઆત બાદ જીપીસીબી દ્વારા સાઈટીંગ માપદંડોમાં ફેરફાર કરાયા છે. હવે એકમોને પ્રદૂષણના નિયમ હેઠળ રેડ, ઓરેન્જ કે ગ્રીન જે કેટેગરીમાં આવતા હોય તેના આધારે સાઇટીંગ માપદંડો અમલમાં મુકાશે.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વાઇસ પ્રેસિડેન્ટ ઇલેકટ રમેશ વઘાસિયાના નેજા હેઠળ ચેમ્બરના પ્રતિનિધી મંડળે અમદાવાદ ખાતે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં જીપીસીબી દ્વારા રિવાઇઝ કરાયેલા નવા સાઇટીંગ માપદંડોનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન કરાયુું હતું. નવા સાઇટીંગ માપદંડો બનાવવા માટે ચેમ્બર દ્વારા ઘણા વખતથી રાજ્ય સરકારને રજૂઆતો કરાઈ હતી.
આ અંગે ગુજરાત રાજ્યના ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્માને પણ રૂબરૂ મળીને રજૂઆત કરાઈ હતી. અત્યાર સુધી જીપીસીબી દ્વારા પરિપત્ર નં. ગુ.પ્ર.નિ.બોર્ડ/પરિપત્ર/એન.એ./આર.જે./1/06/10253, તા. 12/04/2006 માં દર્શાવેલ શરતોને આધિન સાઇટીંગ માપદંડો પ્રમાણે જીપીસીબી દ્વારા CTE/ CTO/NOC અપાતું હતું. 5 જૂને જીપીસીબી દ્વારા જાહેર કરેલા નવા સાઇટીંગ માપદંડો મુજબ આ પરિપત્ર રદ કરવામાં આવ્યું છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.