બેદરકારી:ડુમસ રોડનાં ફૂટપાથ રવિવારે 6,500 લોકોથી ઉભરાયાં, ડિસ્ટન્સિંગ તો દૂર મોટા ભાગનાઓએ તો માસ્ક પણ લગાવ્યું ન હતું

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રવિવારે સાંજે 7 કલાકે શહેરના વેસુ, વીઆઇપી રોડ અને પીપલોદના રસ્તાઓ લોકોથી ઉભરાઈ ગયા હતાં, પરિણામે ફૂટપાથ પર બેસવાની તો દૂરની વાત છે પરંતુ ગાડી પાર્ક કરવાની પણ જગ્યા ન હતીં. એક બાજુ શહેરના અઠવા ઝોનમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે, ત્યારે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના ધજાગરા ઉડ્યા હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતાં. મોટા ભાગના લોકોએ માસ્ક પહેરવાની પરવાહ ન કરી હતી. વીઆઇપી રોડથી ગેઇલ સર્કલ, યુનિવર્સિટીથી લઇને વાય જંક્શન અને વાય જંક્શનથી કારગીલ ચોક એમ ત્રણ રૂટના ફુટપાથ પર જ અંદાજે 6,500 લોકોએ અડીંગો જમાવ્યો હતો.

હરવા-ફરવામાં ખોટું નથીમાસ્ક ન પહેરવું તે ખોટું છે
કોરોનાના દર્દીઓની સંખ્યા ફરી 300 નજીક પહોંચી છે. કોઈ દીકરો તેનાં માતાપિતાને ગુમાવી રહ્યો છે, બહેન તેના ભાઈને ગુમાવી રહી છે. માતાપિતા તેમનાં બાળકોને ખોઈ રહ્યાં છે તો કોઈના પરિવારે તેનો આધાર, મોભી ગુમાવ્યો છે. આ બધા માટે જવાબદાર છે એવા લોકો, જેઓના માટે અનલોક વેકેશન જેવું છે, જેઓ રસ્તા પર માસ્ક વિના, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યા વિના પાર્ટીઓ કરે છે. માસ્ક પહેર્યા વિના ઘરેથી ન નીકળશો કૃપા કરીને માસ્ક પહેરો. માસ્ક પહેર્યાં વિના ઘરની બહાર ન નીકળશો. જ્યાં સુધી વેક્સિન નહિ આવે, ત્યાં સુધી માસ્કને જ વેક્સિન માની લો. તો જ આપણે જીતી શકીશું, તો જ આપણે જીવી શકીશું.

અન્ય સમાચારો પણ છે...