તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરમાં ગુરુવારે કોરોનાની સ્થિતિ શું છે, પાલિકા શું કામગીરી કરી રહી છે, જેવી માહિતી પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવી છે.
રૂપિયાની લેવડદેવડ માટે બે અલગ બોક્સ રાખવા પડશે
શાકભાજી, ફળો, દવા, કરિયાણા, ડેરી આ તમામ દુકાનોમાં એક પદ્ધતિ નક્કી કરીએ કે, રૂપિયાની લેવડદેવડ માટે બે બોક્સ રાખીએ, એક બોક્સ એવું હોવું જોઈએ કે લોકો પૈસા આપે છે તે એ ડબ્બામાં આપે અને દુકાન પાસે ખરીદી ફૂલ અમાઉન્ટમાં થવી જોઈએ જો ફૂલ અમાઉન્ટમાં થતી ન હોય તો જે છુટ્ટા આપવાના હોય તે માટે પણ અલગ ડબ્બા રાખવા જોઈએ. એટલે બે ડબ્બા અચૂક રીતે દુકાનોમાં અલગ રાખવા જોઈએ, ગ્રાહક પાસેથી આવતાં પૈસા 3 દિવસ સુધી ટચ કરવાના રહેશે નહીં અને એને 3 દિવસ પછી જ ઉપયોગમાં લેવો જોઇએ. આ પોલીસીનું અચૂક પાલન કરવાનું રહેશે.
શાકભાજીવાળા પણ કિલો પ્રમાણે થેલામાં જ વેચાણ કરે
આજથી કેરીના વેચાણ માટે જ્યાં વ્યવસ્થા કરાઈ છે તે તમામ જગ્યાઓમાં 10 કીલો અને 20 કીલોના બેગમાં વેચવા માટે વિનંતી કરાઈ હતી તેમાં મહદ્દઅંશે ખેડૂતો દ્વારા એ રીતે વેચાણની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. એ પ્રમાણે દરેક શાકભાજી દૂકાનવાળા પણ એ પ્રમાણે કરે એ જરૂરી છે. શાકભાજીના દુકાનોમાં એ પણ જરૂરી છે કે અચૂક માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગનો ઉપયોગ કરે અને દુકાનમાં લોકો માટે અને પોતાના માટે પણ સેનિટાઈઝરની વ્યવસ્થા રાખવી જરૂરી છે.
એપીએક્સ સરવેમાં બીપી, ડાયાબિટિસ, હાર્ટની બીમારીના 23 હજારથી વધુ કેસો!
સરવેની ટીમમાં કુલ 1852 ટીમો કાર્યરત છે જેમાંથી 81 એઆરઆઈના કેસો મળ્યા છે. ફિવર ક્લિનિક 41 શરૂ કરાયા છે તેમાંથી 77 એઆરઆઈને કેસો મળ્યાં છે જૈમિની સોફ્ટવેર માંથી 246 એઆરઆઈ કેસો મળ્યા છે. સર્વેલન્સ સિસ્ટમ સઘન રીતે ચાલી રહ્યું છે. સાથે એપીએક્સ સ્ટ્રેટેજી પ્રમાણે સરવેમાં અલગ અલગ ઝોનમાં રાંદેર, અઠવા, કતારગામ, વરાછા-એ-બી, સેન્ટ્રલ અને લિંબાયત આ તમામ ઝોન મળી ને એઆરઆઈના 134 કેસો મળ્યા છે. વૃદ્ધ વ્યક્તિઓ 97,578 લોકોનું લાઈન લીસ્ટીંગ મળ્યું છે. એવા લોકો જે લોકો વયસ્ક અને કોમોર્બીડ કંન્ડીશનના હોય તેવા 33 એઆરઆઈના કેસો મળ્યા છે. તમામનું સર્વેલન્સ ટ્રીટમેન્ટની કામગીરી કરાઈ રહી છે. જેમાં માહિતીનો પ્રશ્ન છે જેમાં માહિતી વ્યવસ્થિત રીતે મળતી ન હોવાથી તેના માટે કોમ્યુનિટી લેવલમાં ધાર્મિક, સામાજીક અગ્રણીઓ છે તેઓ માટે એક બેઠક કરીને જે પ્રશ્ન છે તેનો ઉકેલ લાવવામાં આવશે. કુલ એપીએક્સ સરવેમાં જોઈએ તો 4,84,801 ઘરોનો સરવે કરાયો હતો અને તેમાં 15,84,507 વ્યક્તિના સરવેમાં બ્લડ પ્રેશરના 11,807, હાર્ટ ના કેસો 1076, ડાયાબેટીશના 11531 કેસો અને અન્ય બિમારીના 543 કેસો અને 36 શરદી-ખાંસી એઆરઆઈના કેસો મળ્યા છે.
વયસ્કોને દૂધ, કરિયાણુ લેવા મોકલશો નહી
અનુભવને આધારે કેટલાક કિસ્સા એવા જોવા મળ્યા છે કે, ઘરે યંગ હોવા છતાં વૃદ્ધોને શાકભાજી, દૂધ થેલી, કરિયાણા માટે મોકલવામાં આવે છે. એટલે વિનંતી છે તમામ પરિવારોને જે વયસ્ક વ્યક્તિ છે અથવા તેમને ડાયાબેટિસ, પ્રેશર, લંગ્સ, કિડનીની સમસ્યા હોય તેમને કોઈ પણ રીતે બહાર નહીં મોકલવા જોઈએ. કારણ કે એ તમામ કેસમાં જોવાયું છે કે, 59 જેટલા સુપર પ્રેડર્સ પોઝિટિવ આવ્યા છે એટલે જરૂરી છે કે આવા લોકોને સુરક્ષા કવચ આપીએ ઘરે જ રાખીએ.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.