• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, The Sellers Of Ganesha's Idols Fled, Leaving Thousands Of Idols Wandering, Ganesha's Devotees Prepared For The Dissolution By Collecting The Idols

ગણેશ ભક્તોમાં રોષ:સુરતમાં ગણેશજીની મૂર્તિ વેચનારાઓ હજારો મૂર્તિ રઝળતી મૂકીને પલાયન, પ્રતિમાઓને એકઠી કરી વિસર્જનની ગણેશ ભક્તોએ તૈયારી કરી

સુરતએક મહિનો પહેલા
મૂર્તિ વિક્રેતાઓ જ્યાં મૂર્તિઓ વેચતા હતા ત્યાં જ વેચાણ વિનાની મૂર્તિઓ મૂકી ભાગી ગયા.
  • વેચાણ વગરની મૂર્તિઓ પ્રતિમા વિક્રેતાઓ ત્યાં જ મૂકીને જતા રહેતા ગણેશ ભક્તોમાં રોષ

ગણપતિ વિસર્જન વખતે આડેધડ વિસર્જન કરીને રઝળતી મૂકીને જતા રહેવાના અને કિસ્સાઓ સામે આવતા રહે છે પરંતુ હવે છેલ્લા કેટલાક વર્ષોથી મૂર્તિ વેચનારાઓ મૂર્તિ રઝળતી મૂકીને જતા રહેતા હોવાનું ધ્યાને આવી રહ્યું છે જે ખૂબ જ દુઃખદ બાબત છે. અન્ય રાજ્યોમાંથી શ્રીજીની પ્રતિમા વેચવા માટે સુરતમાં આવતા હોય છે. મોટા પ્રમાણમાં મૂર્તિઓ વેચાણ અર્થે લાવ્યા બાદ ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપના થઈ ગયા મૂર્તિઓનું વેચાણ બંધ થઈ જતું હોય છે. જેથી જે મૂર્તિઓમાંથી રૂપિયા કમાયા હોય તેટલા રૂપિયા લઈને તેઓ જતા રહે છે અને બાકીની મૂર્તિઓ ત્યાં મૂકી જતા હોય છે.

ગણેશ ઉત્સવ સમિતિએ વિસર્જનની વ્યવસ્થા ગોઠવી
સિવિલ હોસ્પિટલ, બમરોલી, અડાજણ, પાંડેસરા સહિતના વિસ્તારોમાં શ્રીજીની પ્રતિમાઓ રઝળતી જોવા મળી હતી. છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારની સ્થિતિ હોવાથી સુરત ગણેશ ઉત્સવ સમિતિ સક્રિય થઈ જાય છે. જેટલી પણ પ્રતિમાઓ મૂકીને જતા રહે છે તે તમામ મૂર્તિઓને એકત્રિત કરવામાં આવે છે. આ તમામ મૂર્તિઓનું પણ યોગ્ય રીતે વિસર્જન થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આસ્થાને ઠેસ પહોંચે તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે.

ફૂટપાથો પર મૂર્તિઓ રઝળતી મળી આવી.
ફૂટપાથો પર મૂર્તિઓ રઝળતી મળી આવી.

હજારોની સંખ્યામાં મૂર્તિઓ રસ્તા પર પડેલી મળી આવી
માત્ર રૂપિયા કમાઈ લેવા પૂરતા જ મૂર્તિ વિક્રેતાઓ ધંધો કરતા હોય તેવું લાગી રહ્યું છે. કોઈપણ જાતની આસ્થા તેમનામાં દેખાતી નથી. શ્રીજીની મુર્તિઓનું વેચાણ કરીને પોતાની રોજીરોટી ચાલે છે તેમની સાથે તેઓ આસ્થા સાથે જોડાયેલા હોય તેવું જણાતું નથી અને તેના કારણે જ દર વર્ષે આ રીતે મૂર્તિ વિક્રેતાઓ પોતાની શ્રીજીની પ્રતિમાઓને રસ્તા ઉપર મૂકીને જતા રહે છે. હજારોની સંખ્યામાં મૂર્તિઓ અહીં પડેલી જોવા મળે છે જે ખરેખર ખૂબ જ દુઃખદ બાબત છે. પહેલા માત્ર વિસર્જન વખતે દેખાતી હતી હવે ગણપતિ ચતુર્થીના દિવસે સ્થાપના થયાને બીજે દિવસે આ પ્રકારના દૃશ્યો સુરત શહેરમાં સામાન્ય બની ગયા છે.

ગણેશ ભક્તોએ રઝળતી મૂર્તિઓ એકઠી કરી.
ગણેશ ભક્તોએ રઝળતી મૂર્તિઓ એકઠી કરી.

કોર્પોરેશન દ્વારા નક્કર કાર્યવાહી કરવાની જરૂરિયાત
સુરત ગણપતિ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલ બિસ્કીટવાળાએ જણાવ્યું કે શ્રીજીની પ્રતિમાના વિક્રેતાઓ આ પ્રકારનું વર્તન ઘણા સમયથી કરી રહ્યા છે. અમે ગઈ વખતે પણ સુરત કોર્પોરેશનનું આ બાબતે ધ્યાન દોર્યું હતું કે જે પણ મૂર્તિ વિક્રેતાઓ સુરતમાં વેચાણ માટે આવે તે તમામનું રજિસ્ટ્રેશન કરવું જોઈએ. તેમના આધારકાર્ડ પણ લેવા જોઈએ જેથી કરીને તેઓ જ્યાં પોતાની વેચાણ માટે લાવેલી પ્રતિમા હોય તે તમામનું રજિસ્ટ્રેશન થઇ જાય તો તેઓ રઝળતી મૂકીને જતા રહે તો તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં સરળતા રહે. આવતા વર્ષથી આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈને ભક્તોની લાગણી ન દુભાય તેના માટે કોર્પોરેશન દ્વારા પણ નક્કર કાર્યવાહી કરવાની જરૂરિયાત છે.

રઝળતી મૂર્તિઓનું વિસર્જન કરવાની વ્યવસ્થા કરાઈ.
રઝળતી મૂર્તિઓનું વિસર્જન કરવાની વ્યવસ્થા કરાઈ.