શહેરમાં સેકન્ડહેન્ડ કારનું મોટું માર્કેટ છે. જેમાં વેચનાર અને ખરીદનાર મોટો વર્ગ છે. કોરોનાના કારણે આ બજારને પણ મોટો ફટકો પડ્યો હતો. જોકે હવે વેપાર ફરીથી પાટે ચઢવા લાગ્યો છે.
કાર મેળા એસોસિએશનના જણાવ્યા અનુસાર શહેરમાં 80થી વધુ કાર મેળા છે. કોરોના પહેલા દરેક મેળામાંથી મહિનાની સરેરાશ 30 કાર વેચાતી હતી. એટલે 2400 કાર વેચાતી હતી. માર્ચ 2020માં લોક ડાઉન બાદ આર્થિક સંકડાામણને કારણે સેકન્ડની કારનું વેચાણ નહીંવત થઈ હતું. લોકો માટે કાર કરતા આજીવિકા જ સૌથી મોટો પ્રશ્ન બની ગયો હતો. 2021 બાદ ધીરે ધીરે ફરીથી સેકન્ડ હેન્ડ કારના વેચાણમાં વધારો થતો ગયો.
હવે ધીરે ધીરે સેકન્ડ હેન્ડ કાર બજાર ફરીથી પાટે ચઢી રહ્યું છે. હાલમાં પ્રત્યેક કાર મેળામાં મહિને એવરેજ 20 કાર વેચાઈ રહી છે, જેથી 80 મેળા મળીને 1600 કાર વેચાય છે.
કોરોના કાળમાં શહેરમાં 12 જેટલા કાર મેળાને તાળાં લાગી ગયાં
કાર મેળા એસોસિએશનના પ્રમુખ બટુકભાઈ વાડદોરીયાએ જણાવ્યું હતું કે કોરોનાનો સમય બહુ કપરો નીકળ્યો છે. હવે ધીરેધીરે ફરીથી સેકન્ડ હેન્ડ કાર બજારમાં સારૂ વાતાવરણ છે. કોરોનાના કારણે ૧૦ થી ૧૨ કાર મેળા બંધ થઈ ગયા છે. હવે આગળ જવા નવા મેળા શરૂ થાય એવું વાતાવરણ છે . કારણ કે નવી કારના વેચાણમાં પણ વધારો થઈ રહ્યો છે. નવી કારનું વેચાણ વધે એટલે જુની કારોનું વેચાણ પણ વધે છે.
મહિને નવી 4000થી 4200 કાર વેચાય છે
આરટીઓમાંથી મળતી માહિતી અનુસાર શહેરમાં રોજની 140થી 142 કાર વેચાય છે. એટલે મહિને 4000થી 4200 કાર વેચાય છે. તેની સામે સેકન્ડ હેન્ડ કાર હાલમાં અડધાથી ઓછી એટલે 1600 જ વેચાઈ રહી છે.
સેકન્ડમાં 1 લાખથી 20 લાખ સુધીની કાર
શહેરના 80 જેટલા કાર મેળામાંથી 70 મેળા માત્ર વરાછા-કાપોદ્રા-સરથાણા અને કતારગામ વિસ્તારમાં છે. અહીં 1 લાખ રૂપિયાથી લઈને 20 લાખ રૂપિયા સુધીની સેકન્ડહેન્ડ કાર વેચાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.