તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકારણ:45+ ઉંમરના લોકોને બીજો ડોઝ 7થી 12 અઠવાડિયા પછી અપાશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પહેલા ડોઝ પછી 49 થી 84 દિવસના અંતર દરમિયાન લોકોને મેસેજ કરવામાં આવશે
  • 114 દિવસમાં જ શહેરમાં 10.12 લાખથી વધુ લોકોએ રસીના ડોઝ લીધા

45થી વધુ ઉંમરના લોકોને હવેથી રસીનો બીજો ડોઝ 7 થી 12 અઠવાડિયા પછી આપવાનું સુચન પાલિકા કમિશનર દ્વારા કરવામાં આવ્યું છે. અત્યાર સુધી પહેલા ડોઝ પછી બીજો ડોઝ ચાર થી પાંચ અઠવાડિયા પહેલા આપવામાં આવતો હતો. પાલિકાના નવા નિર્ણય અનુસાર 45થી વધુ ઉંમરના લોકો માટે રસીના પ્રથમ ડોઝ પછી 49 થી 84 દિવસના અંતર રાખવા જણાવવામાં આવ્યું છે. બીજી તરફ ત્રણ મહિનામાં 10.12 લાખથી વધુ લોકોએ રસીના ડોઝ લઇ લીધા છે. હાલ શહેરમાં 210 રસી કેન્દ્રો છે.

ઇન્ડોર સ્ટેડિયમ બહાર દિવ્યાંગો માટે ડ્રાઇવ થ્રૂ વેક્સિનેશન શરૂ કરાશે
રસીકરણનો લાભ હેન્ડીકેપ-ડિસેબલ લોકોને મળે તે માટે મહાપાલિકા ડ્રાઇવ ઇન વેક્સિનેશન શરૂ કરાશે. ઇન્ડોર સ્ટેડિયમ બહાર પાર્કિંગમાં ડ્રાઇવ ઇન વેક્સિનેશન સેન્ટર શરૂ કરવા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. હાલ તમામ સ્લોટ ફૂલ જઈ રહ્યા છે. જેથી જે ચાલી નથી શકતા તેવા વ્યક્તિઓને સરળતાથી રસી મળી રહે તેમજ તેમને કોઇ અગવડતા સહન કરવી ન પડે તે માટે અલાયદી વ્યવસ્થા કરવા પાલિકાએ નિર્ણય લીધો છે. ડિસેબલ, દિવ્યાંગો પોતાના વાહનમાં ઇન્ડોર સ્ટેડિયમના પાર્કિંગ ખાતે આવશે ત્યાં ડ્રાઈવ ઇન વેક્સિનેશન મુકાશે. લોકોએ બહાર આવવું કે સ્થાન સુધી જવું નહીં પડે. વેક્સિનેટર જ વાહન અંદર આવી રસી મુકી જશે તેમ પાલિકાના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ હતું.

સરેરાશ રોજ 10 હજાર ડોઝ મુકાઇ રહ્યા છે
છેલ્લા 114 દિવસમાં જ શહેરમાં 10.12 લાખથી વધુ રસીના ડોઝ મુકાઇ ગયા છે. અત્યાર સુધીના 114 દિવસના સેશનમાં 10,12,906 રસીના ડોઝ મુકાઇ ગયા છે. આમ પ્રતિ દિવસ સરેરાશ 10 હજાર રસીના ડોઝ મુકાઇ રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં હેલ્થકેર વર્કરોમાં 49,224 એ પ્રથમ અને 31,068 એ બીજો ડોઝ લીધો છે. જ્યારે ફ્રન્ટલાઇન વર્કરોમાં 1,29,369 એ પ્રથમ અને 33,871એ બીજો ડોઝ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...