કોરોના વેક્સિનેસન:જાહેર સ્થળો પર એન્ટ્રી ન મળતાં 6 જ દિવસમાં 1.19 લાખે બીજો ડોઝ લીધો

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની ‘નો એન્ટ્રી’ ફોર્મ્યુલા અસરકારક સાબિત થઈ, રસીકરણ વધ્યું
  • પહેલા પ્રથમ ડોઝ લેનારા સરેરાશ 3450 હતા, જે વધીને 8450 થઈ ગયા

દિવાળી વેકેશન બાદ વેક્સિનેશનમાં ઘટાડો થયો હતો, જેની સામે પાલિકાએ જાહેર સ્થળો પર નો એન્ટ્રી ફોમ્યુર્લા અમલમાં મૂકતા તે અસરકારક સાબિત થઈ છે. તા. 16મી નવેમ્બરથી પાલિકાએ બાગ-બગીચા, સિટી બસ, બીઆરટીએસ સહિતના જાહેર સ્થળો પર ડબલ ડોઝ લીધેલા હોય તેવાને જ એન્ટ્રી આપવાનું નક્કી કર્યું હતું.

આ નિર્ણયના 6 જ દિવસમાં શહેરમાં 1.19 લાખ લોકોએ બીજો ડોઝ મૂકાવી લીધો છે. આ નિર્ણયના અઠવાડિયા પહેલાની ડબલ ડોઝ મૂકાવાની સરેરાશ માત્ર 18 હજાર જેટલી હતી. તેવી જ રીતે છેલ્લા 6 દિવસમાં પ્રથમ ડોઝ લેનારાઓની સંખ્યામાં ખૂબ વધારો થયો છે. નો એન્ટ્રી ફોર્મ્યુલા અમલમાં મૂકાયાના અઠવાડિયા પહેલા 3400 લોકો સરેરાશ રસી મૂકાવતા હતા, જે વધીને 8450 થઈ છે. છેલ્લા 6 દિવસમાં 50711 લોકોએ પહેલો ડોઝ મૂકાવ્યો છે.

રજાના દિવસોમાં પણ ઓછું રસીકરણ, ટાર્ગેટ પૂરો થવા સામે પ્રશ્નાર્થ
ડિસેમ્બર સુધીમાં બીજો ડોઝ પૂર્ણ કરવાનો પાલિકાનો ટાર્ગેટ છે. જો કે, રજાના દિવસોમાં પણ રસીકરણ ઓછું થતાં ટાર્ગેટ પૂર્ણ થવો મુશ્કેલ છે. શનિવારે માંડ 16223ને રસી અપાઈ હતી. 29,34,100માંથી 23,22,458ને બીજો ડોઝ આપી દેવાયો છે પરંતુ હજી 6,11,642 બાકી છે. 37,08,843એ પ્રથમ ડોઝ લીધો છે. આગામી દિવસોમાં બીજો ડોઝ માટેની સંખ્યા વધી શકે છે.

અન્ય સમાચારો પણ છે...