તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાતભરમાં કોરોના વેક્સિનેશનના બીજા ડોઝની આજથી શરૂઆત કરવામાં આવી છે. જેમાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા પ્રથમ 10ને બીજો કોરોના વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે. પ્રથમ અને બીજા ડોઝમાં પ્રથમ ડોઝ લેનાર ડો. રાહુલ મોદીએ જણાવ્યું હતું કે, પ્રથમ ડોઝમાં નોર્મલ તાવ આવ્યો હતો. બીજા ડોઝ અસર કેવી રહેશે એ તો સમય જ કહેશે.
કુલ 1247 હેલ્થ વર્કરને બીજો ડોઝ અપાશે
ગુજરાતની તમામ મહાનગરપાલિકામાં કોવિડ વેક્સિનેશનમાં સુરત પાલિકા અગ્રેસર છે. પહેલાં તબક્કામાં સુરત મહાનગરપાલિકાએ હેલ્થવર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરના વેક્સિનેશનની કામગીરી પૂરી કરી દીધી છે. સુરતમાં આજથી કોરોના રસીના બીજા ડોઝની શરૂઆત કરવામાં આવી છે. સુરતમાં 16 જાન્યુઆરીના રોજ 1247 હેલ્થ વર્કરને કોરોના વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. તેમને આજે બીજો ડોઝ આપવામાં આવશે. જ્યારે બીજા દિવસે એટલે 19 જાન્યુઆરીના રોજ 1297 હેલ્થ વર્ક્સને વેક્સિન આપવામાં આવી હતી. તેઓને 16 ફેબ્રુઆરીના રોજ વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવશે.
પ્રથમ ડોઝ બાદ સ્નાયુનો દુઃખાવો થયો હતો
પ્રથમ અને બીજા ડોઝમાં પ્રથમ વેક્સિન લેનાર ડો. રાહુલ મોદી (લેબમાં આસિ. પ્રોફેસર)એ જણાવ્યું હતું કે, પહેલો ડોઝ લીધાં પછી મામુલી તાવ અને સ્નાયુનો દુઃખાવો થયો હતો. જે વેક્સિનની અસરકારકતા બતાવે છે. ત્યારબાદ આખો મહિનો કંઈ જ આડઅસર થઈ નહોતી. આજે બીજો ડોઝ લીધો છે. બીજા ડોઝ અસર કેવી રહેશે એ તો સમય જ કહેશે. ઇમ્યુનિટી બીજા ડોઝ લીધાના બે ત્રણ અઠવાડિયા પછી ડેવલપ થશે. જે આઠ મહિનાથી દસ મહિના રહેશે.
બાકી 5 હજારને વેક્સિન આપવા તાકીદ કરાઈ
વેક્સિનેશનની શરૂઆત બાદ અત્યાર સુધીમાં સુરતમાં 29470 હેલ્થ વર્કર અને 22284 ફ્રન્ટલાઈન વર્કર મળીને કુલ 51754 કર્મચારીઓને વેક્સિન આપવામાં આવી છે. સુરતપાલિકાના 26 હજાર કર્મચારીઓમાંથી 21 હજાર કર્મચારીઓએ વેક્સિન લઈ લીધી છે. બાકીના પાંચ હજાર કર્મચારીઓને વેક્સિન આપવા માટેની તાકીદ પાલિકા કમિશનરે કરી છે.
ગંભીર રોગ હોય તેવા માટે તબીબી સલાહ લેવાનું શરૂ
તમામ વિભાગના વડાઓને તાકીદ કરીને બાકીના કર્મચારીઓને વેક્સિનની કામગીરી પુરી થાય તેવી સૂચના આપી છે. જોકે, કેટલાક કર્મચારીઓને એલર્જી કે અન્ય ગંભીર રોગ હોય તેવા કર્મચારીઓને વેક્સિનેશન માટે તબીબી સલાહ લેવાનું શરૂ કર્યું છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.