તપાસ:તાપીમાં લાપતા થયેલી બાળકીની બીજા દિવસે પણ શોધખોળ જારી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉમરા ગામ નજીક બુધવારે તાપીમાં 3 બાળકોના ડૂબવાની ઘટનામાં લાપતા થયેલી બાળકીની બીજા દિવસે પણ ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે બાળકીનો કોઈ પત્તો લાગ્યો ન હતો.ઉમરા ગામ નજીક બુધવારે બપોરે તાપીમાં ન્હાવા પડેલા 4 બાળકો પૈકી 3 બાળકો તાપીના પટમાં ડૂબી ગયા હતા. બાળકો ડૂબ્યા હોવાની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

ડૂબી ગયેલા બાળકો પૈકી ભાઈ બહેન સુનિતા થાપા(10) અને પ્રતિપ થાપા(8)ના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે પાણીમાં ગરક થઈ ગયેલી 7 વર્ષીય નિરૂ પૂરણસિંહ વિશ્વકર્માનો મોડે સુધી ફાયર બ્રિગેડે શોધખોળ હાથ ધરવા છતા કોઈ પત્તો લાગ્યો ન હતો.ગુરૂવારે માસુમ નિરૂની ફાયર બ્રિગેડે ફરી શોધખોળ હાથ ધરી હતી. જોકે કલાકોની શોધખોળ બાદ પણ નિરૂનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...