ક્રાઈમ:ઊનમાં બાળકનું અપહરણ થયું 12 કલાકથી શોધખોળ ચાલુ છે, સીસીટીવી પણ નથી

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઊન વિસ્તારમાં ગુરુવારે સવારે પોણા દસ વાગ્યાના અરસામાં ઘરની સામે રમતા 3 વર્ષના બાળક ગોલુ મુકેશ રવાનીનું અપહરણ થતા સચીન જીઆઇડીસી પોલીસ દોડતી થઈ ગઈ છે. 12 કલાકથી પણ વધુનો સમય થવા આવ્યો છતાં બાળકનું પગેરૂ હાથ લાગ્યું નથી.  પોલીસે બાળકને શોધવા માટે સ્થાનિકોની મદદ લઈને અલગ અલગ ટીમો બનાવી છે. સાથે ડીસીબી-પીસીબી અને એસઓજીની ટીમ પણ બાળકને શોધવા માટે કામે લાગી છે. શ્રીનાથનગરની ચાલ, જ્યાં બાળક રહે છે ત્યાં સીસીટીવી નથી અને થોડા જ હાઇવેનો રોડ છે.

અન્ય સમાચારો પણ છે...