સ્કલ્પચર:સ્કલ્પચર ‘સપનોં કી ઉડાન કા શહેર’નો મેસેજ આપશે

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 42 ટન વજન અને 35 ફુટ ઉંચા ઉડતા ઘોડાનું

સુરત મહાનગર પાલિકા દ્વારા પાણીની લાઇનના કટાઈ ગયેલા બીમ, લાઇટના કટાઈ ગયેલા થાંભલા, ગટરના સળિયા તેમજ કચરાપેટી જેવી નકામી પડી ગયેલી વસ્તુઓમાંથી શહેરનું અત્યાર સુધીનું સૌથી મોટું 35 ફૂટનું ઉડતા ઘોડાનું આઇકોનિક સ્કલ્પ્ચર તૈયાર કરાવવામાં આવી રહ્યું છે. જેને તૈયાર કરવાનું કામ સાયન્સ સેન્ટરમાં છેલ્લા 155 દિવસથી ચાલી રહ્યું છે.

સ્કલ્પ્ચર આગામી બે મહિનામાં તૈયાર થઇ જશે ત્યાર બાદ સ્કલ્પ્ચરને શહેરના કોઈ સર્કલ પર મુકવામાં આવશે. સુરત પર જ્યારે પણ કોઈ આપત્તિ આવે છે ત્યારે શહેર એ આપત્તિમાંથી નિકળી ફરીથી પ્રગતિના પંથ દોડતું થઈ જાય છે એટલે જ આ સ્કલ્પ્ચર દ્વારા શહેરીજનોને ‘સપનોની ઉડાન ભરતું શહેર સુરત’ એવો મેસેજ આપવામાં આવશે.

22 દિવસમાં 450 સ્કેચ બનાવી ડિઝાઈન તૈયાર કરી

‘સપનોં કે ઉડાન કા શહેર’નું શીર્ષકને દર્શાવતા ઉડતા ઘોડાનું સ્કલ્પ્ચર બનાવવા માટે શહેરના ઘોડાના શોખીન લોકોને મળી તેમજ રાજસ્થાન જઈને ઘોડા વિશે માહિતી મેળવી હતી. રાજસ્થાન 22 દિવસ રહી ઘોડાની વિવિધ નસલ વિશે રિસર્ચ કરી 450 જેટલા સ્કૅચ તૈયાર કર્યા હતા. આ સ્કલ્પ્ચરને ત્રણ ભાગમાં બનાવવામાં આવી રહ્યું છે. જેમાં શરીરના ભાગને મારવાડી ઘોડાનો આકાર આપવામાં આવ્યો છે, જેની ઉંચાઈ લગભગ 18 ફૂટ છે. મોઢું અરબી ઘોડાના આકારમાં હશે જેની ઊંચાઈ 10 ફૂટ છે. પૂંછ કાઠી ઘોડાના આકારમાં હશે જેની લંબાઈ 10 ફૂટ અને પાંખની ઉંચાઈ 16 ફૂ઼ટ હશે. આ સ્કલ્પચરનું આયુષ્ય 100 વર્ષનું રહશે.

150 દિવસમાં 75 ટકા કામ પૂરું, 2 મહીનામાં તૈયાર થઈ જશે

સુરત પાછું કોરોનાને હરાવી સપનોની ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યું છે એટલે લોકડાઉનમાં પણ સ્કલ્પ્ચર જલ્દીથી તૈયાર કરી રહ્યો છું. સ્કલ્પચરમાં 5 ટનના આર્મેચર, 10 ટન પાણીની કટાઈ ગયેલી પાઈપનું બિમ, 12 ટન લોખંડની પ્લેટો અને 15 ટન લોખંડના ટુકડાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 35 ફૂટ ઊંચાઈ, 30 ફૂટ લંબાઇ વાળા આ સ્કલ્પચરનું વજન 42 ટન જેટલું હશે. છેલ્લા 150 દિવસમાં 75 ટકા કામ પૂર્ણ કરી દીધું છે. આવનાર 60 દિવસમાં સ્કલ્પ્ચર તૈયાર થઈ જશે. -સુનિલ શ્રીધર

creativity
પાણીની લાઇનના કટાઈ ગયેલા બીમ, લાઇટના કટાઈ ગયેલા થાંભલા, ગટરના સળિયા તેમજ કચરાપેટી જેવી નકામી વસ્તુઓમાંથી 35 લાખના ખર્ચે બની રહ્યું છે સ્કલ્પચર

અન્ય સમાચારો પણ છે...