તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
20 વર્ષ અગાઉના પ્રતિબંધિત સીમીના કાર્યકરો સામે નોંધાયેલાં અન લો ફુલ એક્ટિવિટીના કેસમાં આજે સોમવારે દલીલો પૂર્ણ થઈ હતી. સરકાર પક્ષની દલીલ હતી કે જે શાળાના ઓથા હેઠળ એક્ટિવિટી કરાઈ હતી તે શાળાનું આજ દિન સુધી કોઈ અસ્તિત્વ નથી.
હવે આ કેસમાં તા. 8મી માર્ચે સંભવત: ચુકાદો આવી શકે છે. પોલીસે 124 આરોપી સામે ગુનો નોંધ્યો હતો. હાલ તમામ જામીન પર મુકત છે. સરકારે આ કેસમાં ખાસ સરકારી વકીલ તરીકે નયન સુખડવાલાની નિમણૂક કરી હતી. વર્ષ 2004થી ગુનાને સાબિત કરવા માટે 20 જેટલાં સાક્ષીઓ ચકાસવામાં આવ્યા હતા. 27 જાન્યુ. 2001ના રોજ અથવા પોલીસ મથકના તત્કાલીન પીઆઇ એમ.જે. પંચોલીને ડાયરેક્ટ ગાંધીનગરથી એ.ડી.જી.પીનો મેસેજ આવ્યો કે સુરતના સગરામપુરાના રાજેશ્રી હોલમાં શૈક્ષણિક ઓથા હેઠળ પ્રતિબંધિત સીમી સંગઠનના કાર્યકરોનું 27થી 30 ડિસે. સુધી સંમેલન મળનાર છે. જેથી દરોડા પાડી દેશભરમાંથી આવેલા 124 કાર્યકરોની અન લો ફુલ એક્ટિવીટીના ભંગ બદલ ધરપકડ કરી હતી.
બંને પક્ષની દલીલો: સરકાર પક્ષની દલીલ હતી કે, જો શૈક્ષણિક સંમેલન હોય તો રાત્રે 2 વાગ્યે કુંડાળા વળીને કંઇ મિટિંગ હતી. આરોપીઓ સામે પુરતા પુરાવા છે. જે સ્ટુડન્ટને ભણાવવાના હતા, તે શાળાનું હજી અસ્તિત્વ નથી. જ્યારે બચાવ પક્ષના એડવોકેટની દલીલ હતી કે, સરકાર પક્ષે સીમી સંસ્થાના પ્રતિબંધ અંગે કોઈ ઓફિસિયલ ગેઝેટમાં પ્રસિધ્ધ નથી કરાઈ. ત્રણ સિવાય અન્ય પાસેથી કોઈ સાહિત્ય કબજે કરાયુ નથી. કોની પાસે શું મળ્યું એ બાબત રજૂ કરાઈ નથી.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.