તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • The School Of The Education Committee Went To The Street And Took Classes For The Children Who Did Not Have A Net In The Lockdown

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મન્ડે પોઝિટિવ:શિક્ષણ સમિતિની સ્કૂલે લોકડાઉનમાં નેટ નહીં ધરાવતાં બાળકો માટે શેરીમાં જઈ ક્લાસ લીધા

સુરત17 દિવસ પહેલાલેખક: મોઈન શેખ
 • કૉપી લિંક
 • એકલવ્ય-વંદે ગુજરાત એપથી ઓનલાઈન શિક્ષણ

કોરોના મહામારી વચ્ચે ખાનગી શાળાઓએ ઓનલાઇન એજ્યુકેશન આપ્યું તેમ શહેરની 329 ન.પ્રા. શાળાઓએ પણ ધોરણ સ્તરે અલગ-અલગ વોટ્સએપ ગ્રુપ બનાવ્યાં હતાં. જેમાં વીડિયો અપલોડ કરી બાળકોને શ્રેષ્ઠ એજ્યુકેશન આપવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં પણ ઓનલાઇન એજ્યુકેશન માટે એકલવ્ય તેમજ વંદે ગુજરાત એન્ડ્રોઇડ એપ બનાવી હતી.

સમિતિના ધ્યાને આવ્યું હતું કે, કેટલાક પરિવારો પાસે એન્ડ્રોઇડ મોબાઇલની વ્યવસ્થા નથી તો ઘણાને વિસ્તારમાં નેટ પ્રોબ્લેમ રહે છે અથવા તો તેમનાં ત્યાં ટીવી પણ નથી ત્યારે આ બાળકો લાચારીના લીધે શિક્ષણથી વંચિત ન રહે તે માટે સમિતિ શાળાના શિક્ષકોએ એક પછી એક શેરીઓમાં બાળકોને બોલાવી અભ્યાસ આપ્યો હતો. આ બાળકોની એકમ કસોટીમાં ઘર સુધી સ્પલિમેન્ટ્રી આપવાની તેમજ લઇ જવાની વ્યવસ્થા પણ સમિતિ તરફથી કરવામાં આવી હતી.

ખાનગી સ્કૂલોને ટક્કર આપવા મહેકમ ઘટ દુર કરાઇ
જેમ કેટલીક ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે લાઇનો લાગી રહી છે અને તેમા જ પ્રવેશ લેવા લોકો પડાપડી કરી રહ્યા છે તેવી રીતે બાકીની શાળાઓને પણ તે લેવલ સુધી લઇ જવા પાલિકાની શિક્ષણ સમિતિએ છેલ્લા વર્ષોમાં મહેકમ ઘટને દુર કરવા ક્વોલિફાય શિક્ષકોની ભરતીઓ ઉપર વધુ ફોકસ કર્યું હતું.

સરકારી શાળામાં શિક્ષકોની ઘટના લીધે એક શિક્ષક ઉપર વધી જતાં ભારને દુર કરાયું છે.​​​​​​​ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની સાથે તેમાં કંઇ સ્કિલ છુપાયેલાં છે તેને બહાર લાવવા ખાસ શિક્ષકોની ટીમથી સરકારી શાળાઓ હવે ખાનગી શાળાની સરખામણીએ પરીક્ષા પરિણામ ઊંચું લાવવાની કવાયતમાં જોતરાઇ છે.

બાળકો શિક્ષણથી વંચિત ન રહે તેવો પ્રયાસ કરાયો
​​​​​​​લોકડાઉનના સમયમાં ખાસ કરીને નગર પ્રાથમિકની સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન એજ્યુકેશન આપવાનો પ્રયાસ કરાયો હતો, બાદમાં સમિતિને ધ્યાને આવ્યું કે મોટા ભાગના બાળકો મોબાઇલ કે પછી મોબાઇલની સુવિધા ધરાવતા નથી. જેથી કોઇ પણ બાળક લોકડાઉનમાં શિક્ષણથી વંચિત ન રહે તે માટે તેમની શેરીઓ સુધી જઇને તેમને શિક્ષણ આપવાનો પ્રયાસ સમિતિ દ્વારા કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો