સુરત / હીરા બજારમાં સેફ ડિપોઝીટ વોલ્ટ એક દિવસ માટે જ ખુલતા લોકોએ લાઈનો લગાવી દીધી

સેઈટ ડિપોઝીટ વોલ્ટ ખુલતા જ લોકોએ લાઈનોમાં ઉભા રહીને પોતાનો સામાન કાઢ્યો હતો.
X

  • મહિધરપુરા મિની બજારમાં સેફ ડિપોઝીટ વોલ્ટ ખુલ્યા
  • હીરા વ્યસાય સાથે સંકળાયેલા લોકોની લાઈનો લાગી

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 03:28 PM IST

સુરત. મહિધરપુરા અને મિની બજારમાં સેફ ડિપોઝીટ વોલ્ટ આજે ખુલ્યા છે. સુરત જિલ્લા કલેકટર દ્વારા આજે એક દિવસની મંજૂરી આપી છે. સવારે 9થી 3 વાગ્યા સુધી સેફ ડિપોઝીટ વોલ્ટ ખુલ્લા રહેવાના હોવાથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં છે. અમુક જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરાં ઉડ્યાં છે. જ્યારે અમુક સેફ ડિપોઢીટ વોલ્ટ સામે લોકોએ લાઈનો યોગ્ય અંતરમાં જાળવીને પોતાનો સામાન ક્રમશઃ લઈ રહ્યાં છે.

કન્ટેઈનમેન્ટ ઝોનને કારણે એક જ દિવસની મંજૂરી

મહિધરપુરા અને મિનીબજારમાં કન્ટેઈનમેન્ટ ઝોન આવેલા સેફ ડિપોઝીટ વોલ્ટ આજે એક દિવસ માટે સવારે ૯ થી ૪ વાગ્યા સુધી ખોલવાની મંજૂરી સુરત જિલ્લા કલેકટર તરફથી આપવામાં આવી હતી. જેને લઈને આજે સુરતના મહિધરપુરા અને મિનીબજારમાં આવેલા સેફ ડીપોઝીટ વોલ્ટ  ખુલ્યા હતા સુરત ડાયમંડ એસોસિએશન તરફથી સુરત કલેકટર પાસે મંજૂરી માંગવામાં આવી હતી જેને લઈને આજે એક દિવસ માટે મંજુરી આપવામાં આવી હતી. આજે સુરતના મહિધરપુરા અને મિનીબજારમાં સેફ ડીપોઝીટ વોલ્ટ ખુલ્યા હતાં. લોકો શાંતિપૂર્વક વોસ્ટમાંથી હીરા સહિતનો સામાન કાઢ્યો મુક્યો હતો. જો કે કેટલીક જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગર ઉડતા પણ જોવા મળ્યા હતાં. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી