ડેલિગેશન ડાયમંડ બુર્સની મુલાકાતે:રશિયાની માઈનિંગ કંપનીએ સુરતમાં જ રફ હીરાની હરાજી માટે રસ દા‌ખવ્યો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રશિયાની રફ માઈનિંગ અલરોઝાનું ડેલિગેશન ડાયમંડ બુર્સની મુલાકાતે આવ્યું. - Divya Bhaskar
રશિયાની રફ માઈનિંગ અલરોઝાનું ડેલિગેશન ડાયમંડ બુર્સની મુલાકાતે આવ્યું.
  • રશિયાથી 6 વ્યક્તિઓનું ડેલિગેશન ડાયમંડ બુર્સની મુલાકાતે આવ્યું

રશિયાની રફ માઈનિંગ કંપની અલરોઝોનું ડેલિગેશન સુરતમાં બની રહેલા સુરત ડાયમંડ બુર્સની મુલાકાતે આવ્યું હતું. 6 વ્યક્તિના ડેલિગેશને સુરતમાં જ રફની હરાજી કરવા માટે રસ દાખવ્યો હતો. તેના માટે ડેલિગેશને ડાયમંડ બુર્સમાં બની રહેલા ઓક્શન હાઉસનું પણ નિરિક્ષણ કર્યુ હતુ.

ખજોદ ખાતે બની રહેલા સુરત ડાયમંડ બુર્સનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. જેમ બને તેમ વહેલી તકે ડાયમંડ બુર્સ તૈયાર થયા બાદ કાર્યરત થાય તે માટે ડાયમંડ બુર્સ કમિટી દ્વારા પ્રયત્નો હાથ ઘરાઈ રહ્યા છે. આ ડેલિગેશનમાં અલરોઝાના ડેપ્યુટી સીઈઓ એવજેની એગ્યુરીવ, એલરોઝાના સેલ્સ વાઈસ પ્રેસિડેન્ટ સ્ટેનીસલવ માર્ટેન્સ. અલરોઝા ઈન્ડિયાના ડિરેક્ટર જીમ બી.વિમાદલાલ સહિત 6 લોકો ઉપસ્થિત રહ્યા હતાં. ડેલિગેશનને ડાયમંડ બુર્સનું પ્રેઝન્ટેશન બતાવાયું હતું.

ત્યાર બાદ તેણણે ડાયમંડ બુર્સમાં બનનાર વિશ્વના સૌથી મોટા ઓક્શન હાઉસને પણ જોયું હતું. ઓક્શન હાઉસ જોયા બાદ સુરતમાં જ રફનું ઓક્શન (હરાજી) કરવા માટેની તૈયારી બતાવી હતી. ડેલિગેશન સાથે ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લખાણી, ડિરેક્ટર મથુર સવાણી, કમિટી મેમ્બર સેવંતી શાહ, લાલજી પટેલ, દયાળ વાઘાણી, દિનેશ નાવડિયા, ડાયમંડ બુર્સના સીઈઓ મહેશ ગઢવી ઉપસ્થિત રહ્યા હતાં. સુરત ડાયમંડ બુર્સના ડિરેક્ટર મથુર સવાણીએ કહ્યું હતું કે, આ ડેલિગેશને સુરતમાં રફની હરાજી કરવા માટે રસ દાખવ્યો હતો, જે સુરત માટે એક અવસર ગણી શકાય.’

અન્ય સમાચારો પણ છે...