વિરોધી લખાણ:શાસક પક્ષ નેતાએ હિન્દુ વિરોધી કેજરીવાલ લખાવ્યુ, આપે ભૂસ્યું

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લિંબાયતમાં પોતાની કમ્પાઉન્ડ વોલ પર લખાણની મંજૂરી આપી હતી
  • આપે કહ્યું કેજરીવાલને રોકવા દિવાલ પેઈન્ટીંગ કરી રહ્યા છે

મનપાના શાસક પક્ષના નેતા અમિત રાજપુતે પોતાની ઓફિસની કમ્પાઉન્ડ દિવાલ પર ‘હિન્દુ વિરોધી કેજરીવાલ’ લખાવવાનું શરુ કરાવતા આમાઆદમી પાર્ટીના લોકોએ કામ અટકાવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે, અમિત રાજપૂતે જણાવ્યું હતું કે, મારી ઓફિસની દિવાલ પર મને પૂછીને લખવામાં આવી રહ્યું હતું જ્યાં આમ આદમી પાર્ટીના લોકો આવી પહોંચ્યા હતા અને લખાણ કાળો કલર કરી દીધો હતો.

સામી ચૂંટણીએ AAP અને ભાજપ વચ્ચે વિડીયો વોર બાદ હવે લીંબાયતમાં દીવાલ પર કેજરીવાલા વિરોધી લખાણથી રાજકારણ ગરમાયું છે. ધારાસભ્ય સંગીતા પાટીલની વિધાનસભા વિસ્તારમાં આવેલી શાસક પક્ષ નેતા અમિત રાજપૂતની ઓફિસની કમ્પાઉન્ડ વોલ પર ‘હિન્દુ વિરોધી કેજરીવાલ’ના લખાણો ચિતરવામાં આવી રહ્યા હતા ત્યારે આપ કાર્યકરે ત્યાં પહોંચી જઈ ચિતરામણ કરતા વ્યક્તિને કહ્યું હતું કે કેમ આવી ચિતરામણ કરો છો? કોને કરવા કહ્યું છે? આના જવાબમાં ચિતરામણ કરતા વ્યક્તિએ કહ્યું હતું કે શાસક પક્ષ નેતા અમિત રાજપુતે કહ્યું છે આવું લખવા માટે બાદમાં આપના માણસો દ્વારા લખાણ પર કાળો કલર કરી દેવામાં આવ્યો હતો. સામી ચૂંટણીએ ગુજરાતમાં ફરી હિન્દુત્વનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે આવી ચીતરામણથી ફરી એકવાર શહેરમાં રાજકીય માહોલ ગરમાયો હતો અને આપને પલટવાર કરવાનો મોકો મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...