તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:શાસકોને જ્ઞાન આવ્યું, ઈન્જેક્શન આઠ કરોડના બદલે હવે 2 કરોડના ખરીદશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મ્યુકરની 8 કરોડની દવા ખરીદવાની દરખાસ્તમાં સ્થાયીએ 75% કાપ મુક્યો

મ્યુકરના દર્દીઓ ઘટી રહ્યાં છે પાલિકાની સ્મીમેર હોસ્પિટલમાં માંડ 2 થી 3 દર્દી દાખલ થઈ રહ્યાં છે અને 44 દર્દી સારવાર હેઠળ છે તેમને સરકાર તરફથી ફ્રીમાં ઇન્જેક્શન મળતાં હોવાનું સ્મીમેરના અધિકારી કહે છે. છતાં દાખલ દર્દીઓના નામે 8 કરોડના દવા-ઇન્જેક્શન પાછળ ધુમાડો કરવાની તૈયારી પાલિકાએ કરતાં વિવાદ ઉઠ્યો છે, સરકાર મદદ કરતી હોવા છતાં પાલિકાએ ખરીદી કરવા માટે મંજૂરી માંગતી દરખાસ્ત કરતાં ‘દિવ્યભાસ્કર’એ મુદ્દો ઉઠાવ્યો હતો તેથી સ્થાયી સમિતિએ 8 કરોડના આંધણ પર હાલ બ્રેક મારી 25 ટકા દવા જ ખરીદવા અને જરૂર જણાય તો જ વધુ ખરીદી માટે ઠરાવ કર્યો છે.

પાલિકાના સેન્ટ્રલ મેડિકલ સ્ટોર્સે કરેલી દરખાસ્તમાં દાખલ દર્દીઓની સારવાર માટે 100 એમજીની પોસાકોનેઝોલ 4800 ટેબ્લેટ અને 50 એમજીના એમ્ફોટેસીન ઇન્જેકશન-બી ના 12600 વાયની ખરીદી કરવા જણાવ્યું હતું. આ દવા-ઇન્જેક્શનો પાછળ 7.87 કરોડના ખર્ચ કરવાનો હોય મ્યુકરના દર્દીઓ ઘટવા છતાં પણ આંધણ થઈ રહ્યું છે.

તેમાં પણ સરકાર તો મ્યુકરના દર્દીઓને ફ્રીમાં ઇન્જેક્શનો આપે છે છતાં આવી ખરીદીથી શંકા ઉઠી હતી. એટલું જ નહીં તાજેતરમાં જ સ્થાયી સમિતિએ મ્યુકરના દર્દીઓ માટે ઇન્જેક્શન-દવા ખરીદીને અગાઉ મંજૂરી આપી ત્યાર બાદ ફરી પાછી 8 કરોડની ખરીદી માટે દરખાસ્ત આવી હતી. ગુરુવારે સ્થાયી સમિતિની મળેલી બેઠકમાં શાસકોએ 25 ટકા જ ખરીદી કરવા માટે મંજૂરી આપી છે.

જરૂર જણાય તો જ વધુ ખરીદી કરી શકાશે
મ્યુકરની સારવાર માટે 3 ટાઈપના ઇન્જેક્શન છે. દરેક પેશન્ટ 30 થી 45 દિવસ સુધી 5 થી 6 એવરેજ થી આપવાના હોય છે. 1 દર્દી પાછળ 150 ઇન્જેક્શનની જરૂર પડે અને ઇન્જેક્શન 6 થી 7 હજારના આવે છે સાથે દવા પણ આપવાની હોય છે. મ્યુકરના દર્દીમાં ઘટાડો થયો છે. 8 કરોડની ઇન્જેક્શન-દવા ખરીદવાની દરખાસ્ત કમિશનરે મોકલી હતી તેમાં 25 ટકા જ ખરીદવાનો ઠરાવ કરાયો છે. ને જરૂર જણાય તો જ કમિશનર વધુ ખરીદી કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...