વેપારીઓ મુંઝવણમાં:વેપારીની ક્રેડિટ હોય તેટલી લેવાનો નિયમ પણ પોર્ટલ પર લિંક જ નથી

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોગસ બિલિંગ અટકાવવા હવે તંત્ર રિટર્નના જ સહારે
  • અગાઉ ક્રેડિટ ન હોવા છતાં કૌભાંડીઓએ લઇ લીધી

70 હજાર કરોડથી વધુના બોગસ બિલિંગના ટ્રાન્ઝેક્શન થઈ ગયા બાદ સિસ્ટમ જાગી છે અને હવે જેટલી ક્રેડિટ વેપારીની હશે એટલી જ તે લઇ શકશે એવો સીધો અને સરળ નિયમ લાગુ કરવાની જાહેરાત કાયદામાં કરાઇ છે. પરંતુ હજી તેનો અમલ શરૂ નહીં થવાથી અનેક વેપારીઓ મુંઝવણમાં છે. જ્યારે કૌભાંડીઓ હજી તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે. જીએસટી કન્સલ્ટન્ટ જીગ્નેશ કણિયા કહે છે કે સિસ્ટમ લાગુ થતાં હવે એક પૈસાની ક્રેડિટ વધુ હોય તો પણ જાણ થઇ જાય છે.

કાયદામાં જોગવાઇ મુજબ હાલ સ્થિતિ શું છે
કાયદામાં જોગવાઇ છે કે જેટલી ક્રેડિટ 2-બીમાં હોય તેટલી જ મળે. પરંતુ પોર્ટલ પર સિસ્ટમ જ નથી. એટલે વેપારીઓ પોતાના હિસાબે ક્રેડિટ માગી લે અને ઘણીવાર મંંજૂર પણ થઈ જાય છે. જ્યારથી પોર્ટલ પર ક્રેડિટ દેખાવા લાગશે ત્યારથી જ વધુ ક્રેડિટ પર બ્રેક લાગશે એમ સૂત્રો જણાવી રહ્યા છે.

એક્સપર્ટ: સામેવાળાનું રિટર્ન ન ભરાય તો સમસ્યા
જીએસટી કન્સ્લ્ટન્ટ પ્રશાંત શાહ કહે છે કે હાલ સ્થિતિ એવી છે કે બોગસ બિલિંગ પર કાબૂ કરવા માટે જેટલી ક્રેડિટ હોય તેટલી જ મળે એ જરૂરી પણ છે. પરંતુ કાયદામાં જોગવાઇ થયા બાદ જીએસટી પોર્ટલ પર તે માટેની કોઈ સિસ્ટમ ઊભી કરવામાં આવી નહતી. આ જાહેરાતને એક વર્ષ થઇ ગયું હોવા છતાં તેનો કડકાઈથી અમલ થતો નથી. પરંતુ એક સમસ્યા એ પણ છે કે વેપારી તો ચોપડે જેટલી ક્રેડિટ હોય તેટલી માગી જ લે છે અને એમાં તે ખરો પણ છે. સામેનો વેપારી રિટર્ન સમયસર ફાઇલ ન કરે તો સમસ્યા વકરે છે.

અન્ય સમાચારો પણ છે...