તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ટ્રકમાં ગ્રે-કાપડની વચ્ચે છુપાવેલો રૂ. 8 લાખનો વિદેશી દારૂ પકડાયો, 5ની અટક, ભરત ભરવાડ સહિત 5 વોન્ટેડ

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક

રવિવારે મોડીરાતે ક્રાઇમબ્રાંચે વિદેશી દારૂના બે મોટા કેસો કરી 16 લાખના દારૂ સાથે 5 શખ્સોને પકડી પાડ્યા હતા. બન્ને દારૂના કેસોમાં સુરતનો ભરત ભરવાડ અને દમણના ભાવેશને વોન્ટેડ જાહેર કર્યા છે. સારોલી-પૂણા રોડ પર લેન્ડમાર્ક માર્કેટની પાછળ રોયલ રેસીડન્સી પાસે ક્રાઇમબ્રાંચે વોચ ગોઠવી એક ટ્રકમાં ગ્રે-કાપડના 16 લાખના તાકાની સાથે 8 લાખની કિંમતનો 188 પેટી વિદેશી દારૂ પકડી પાડ્યો હતો. ક્રાઇમબ્રાંચે ટ્રકચાલક સહિત 2ની ધરપકડ કરી છે.

દારૂનો જથ્થો દમણના ભાવેશે મોકલ્યો હતો જે સુરતના ભરત ભરવાડને આપવાનો હતો. બન્ને વોન્ટેડ જાહેર કરાયા છે. ચાલકે કાપડના તાકા સારોલીમાં કોઈ ઠેકાણે આપવાની વાત કરી હતી. લિંબાયતના કેશવનગરમાંથી પણ ભરત ભરવાડનો 8 લાખની કિંમતની 180 પેટી વિદેશી દારૂ અને બુટલેગરોના ત્રણ સાગરિતોને DCBએ પકડી પાડ્યા છે. ભરત સહિત 3 જણા વોન્ટેડ છે. 8 લાખનો દારૂ એક રૂમમાંથી પકડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો