તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:યુનિવર્સિટીની હોસ્ટેલમાં છતનાે પોપડો ખરી પડ્યો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓને સુવિધા આપવા કુલપતિને રજૂઆત

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં બોયઝની સાતપુડા હોસ્ટેલની જર્જરિત બિલ્ડિંગમાં મંગળવારે છતના પ્લાસ્ટરનો પોપડો ખરી પડ્યો હતો. એબીવીપી દ્વારા હોસ્ટેલ ખાતે વિવિધ સુવિધાઓ ઊભી કરવા સંદર્ભે કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. નર્મદ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓ અને અગવડતા પડે છે.

તે સંદર્ભે એબીવીપીના યુનિવર્સિટી કેમ્પસ અધ્યક્ષ ઈશાન મટ્ટુ અને વિદ્યાર્થી કાર્યકર્તાઓએ કુલપતિને હોસ્ટેલના શૌચાલય, બાથરૂમ તેમજ રૂમની સાફ-સફાઈ, પલંગ, ટેબલ, ખુરશી, કબાટનું અપગ્રેડેશન, નવા હોસ્ટેલ બ્લોક, વાઇફાઇ, લાઇબ્રેરી, ટેબલ ટેનિસ, કેરમ, ચેસની સુવિધા, નવા RO સિસ્ટમ, બિલ્ડિંગમાં રીપેરિગ અને ગર્લ્સ હોસ્ટેલ પાસે સિક્યુરિટી વધારવા સહિતની રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...