દરખાસ્ત:જહાંગીરપુરાના ઇસ્કોન સર્કલથી વરિયાવ સુધીનો રોડ 20 કરોડના ખર્ચે CCનો કરાશે

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં પ્રવેશતા રસ્તાઓ પૈકીનો મુખ્ય રોડ ડેવલપ કરવા કવાયત
  • આઉટર રિંગ રોડ સાથે કનેક્શન હોવાથી ગોથાણ થઇ ને.હા. 48 સુધી જઈ શકાશે

જહાંગીરપુરા ઇસ્કોન સર્કલથી વરિયાવ ચેકપોસ્ટ સુધીનો 2 કિમીનો રોડ રૂા.20 કરોડના ખર્ચે સિમેન્ટ કોંક્રિટનો કરાશે. પાલિકાની જાહેર બાંધકામ સમિતિમાં આ માટે 20.27 કરોડના અંદાજ મંજૂર કરવા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ રસ્તો ડેવલપ થવાથી અડાજણ, રાંદેર, જહાંગીરપુરા, રામનગર, પાલ, પાલનપોર તથા આસપાસના ગામોથી જહાંગીરપુરા ઇસ્કોન સર્કલ, વરિયાવ ચેક પોસ્ટ, આઉટર રીંગરોડ ગોથાણ થઇ નેશનલ હાઇવે નં 48 સાથે સીધી કનેકટીવીટી મળી રહેશે. આ માર્ગ સુરત-ઓલપાડ મેઇન રોડથી વરીયાવ ચેક પોસ્ટ સુધી જોડતો મુખ્ય રસ્તો છે. જે શહેરમાં પ્રવેશતા રસ્તા પૈકીનો એક છે. લોકો આ રોડનો મહત્તમ ઉપયોગ કરે છે.

જેથી ફુટપાથ, સર્વિસ, રોડ, સાઇનેજીસ, સ્ટ્રીટલાઇટ, સ્ટ્રીટ ફર્નિચર સહિતનું ડેવલપ કરવાનું આયોજન છે. નોંધનીય છે કે, આ રોડ ડેવલપ થવાથી સુરત-ઓલપાડ મેઇન રોડ પર ટ્રાફિકનું ભારણ હળવું થશે. સુરત આઉટર રીંગરોડને એક વૈકલ્પિક માર્ગ તરીકે જોડાણ પુરૂ પાડશે. સુરત શહેરને વધુ એક સિમેન્ટ કોંક્રિટ રોડની હાઇવે તરફની કનેકટીવીટી મળી શકશે. આ રોડ 9.30 મીટર પહોળાઇનો સીસી રોડ, રોડની બંને બાજુ સાઇકલ ટ્રેક, 3.50 મીટરની પહોળાઇનો સર્વિસ રોડ આવશે. ડામર રસ્તાની સરખામણીએ સીસી રોડ 20 વર્ષ વધુ ટકાઉપણું ધરાવે છે. પ્રથમ 10 વર્ષ પછી નિભાવ ખર્ચ સામાન્ય આવે છે.

વેસુ, કતારગામ, ભેસ્તાન, ઉધના, જહાંગીરાબાદમાં PHC બનાવાશે
પાલિકા 5 સ્થળે 20 કરોડના ખર્ચે હેલ્થ સેન્ટર બનાવશે. ટી.પી 21 ભેસ્તાન, ફાઇનલ પ્લોટ નં 26 ખાતે 3.13 કરોડના ખર્ચે હેલ્થ સેન્ટર, ટી.પી 2, ઉધના ફાઇનલ પ્લોટ નં 25 પર 2.98 કરોડના ખર્ચે, જહાંગીરાબાદ ટી.પી 44, ફાઇનલ પ્લોટ નં 24 ખાતે 3.02 કરોડના ખર્ચે, ટી.પી 16 કતારગામ-એ ફાઇનલ પ્લોટ નં 61માં 5.25 કરોડમાં અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર અને વોર્ડ ઓફસ તથા ટી.પી 29 વેસુ-રૂંઢ-મગદલ્લા, ફાઇનલ પ્લોટ નં 129માં 4.78 કરોડના ખર્ચે સંકલિત વોર્ડ ઓફિસ સાથે હેલ્થ સેન્ટર બનાવવાનું આયોજન છે.

અન્ય સમાચારો પણ છે...