તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:વીમાના 4 લાખ મેળવવામાં બેંકના નિવૃત ઓફિસરે 48 લાખ ગુમાવ્યા

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • 20 માસમાં 70 લોકો ઠગ ટોળકીનો ભોગ બન્યા

અઠવાલાઇન્સ દેના એપાર્ટમેન્ટમાં રહેતા 74 વર્ષીય પિયુષભાઈ રંજનીકાંત મહેતા વર્ષ 2007માં દેના બેંકમાંથી નિવૃત થયા હતા. તેઓ બેંકમાં ઓફિસર હતા. 2017માં રિયા નામથી ફોન આવ્યો અને કહ્યું કે, તમારા પિતાજીએ 50 હજારની પોલીસી લીધી હતી. તે પાકીને 4 લાખ થઈ છે. રકમ મેળવવા માટે પોલીસી પરિવારના સભ્યના નામે લેવી પડશે. આથી ઓફિસરે પુત્રના નામે 50 હજારની વીમા પોલીસી લીધી હતી.

પછી ઠગ ટોળકીએ વિવિધ વીમા કંપની, ટીડીએસ, જીએસટી, ઇન્કમટેક્ષના નામે તેમજ બીજા રાજ્યમાંથી પૈસા ટ્રાન્સફર કરવા સહિતની લોભામણી સ્કીમો સમજાવી લાખોની રકમ પડાવી હતી. નિવૃત ઓફિસરે 28-10-17 થી લઈ 27-6-19 સુધીમાં 20 મહિનામાં પુત્ર, પુત્રવધુ, સગા સંબંધીઓ તેમજ ઓળખીતા મળી 70 જણાના નામે પોલીસી કરાવી હતી.

ટોળકીએ 48.35 લાખની રકમનું ચીટિંગ કર્યુ હતું. નિવૃત ઓફિસરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપતા પોલીસે ઠગ ટોળકીના રીયા શર્મા, નેહા મહેતા, પંકજ એચડીએફસી, ખુશ્બુ ચૌધરી, બીનોઈ ચક્રવતી, આશીષ શ્રીવાસ્તવ, એ ટુ ઝેડ સ્ટાર કંપની અને એફએનએફ સર્વિસ સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો