વીએનએસજીયુમાં વિવાદ જગાવનાર પીએચ.ડી પ્રવેશ પ્રક્રિયામાં કેમેસ્ટ્રી વિષયમાં વાંધા અરજીના આધારે માર્કસ સુધારીને નવુ પરિણામ જાહેર કરવાના વિવાદમાં યુનિવર્સિટીએ પરિણામ સ્થગિત કરી તપાસ માટે સાત સભ્યોની કમિટી બનાવી છે. યુનિવર્સિટી દ્વારા 27 ફેબ્રુઆરીએ પીએચ.ડીની ઓનલાઇન પરીક્ષા લઇ 28 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર કર્યું હતુ.
જેમાં કોમર્સ, પબ્લીક એડમિનિસ્ટ્રેશન તેમજ કેમેસ્ટ્રીના કેટલાક િવદ્યાર્થીઓએ વાંધો ઉઠાવ્યો હતો કે પ્રશ્નો ખોટા હોવાથી સાચા જવાબ લખી શક્યા ન હોવાનું જણાવી પુરાવા રજુ કરાયા હતા. માત્ર કેમેસ્ટ્રીનાં વિષયમાં કેટલાક િવદ્યાર્થીઓનાં માર્કસમાં ફેરફાર કરીને પરિણામ જાહેર કરતાં વિવાદ થયો હતો. યુનિવર્સિટીનાં પી.જી િડપાર્ટમેન્ટની કામગીરી પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી.
આ વિવાદ ગુરૂવારે મળેલી સિન્ડીકેટની બેઠકમાં ચર્ચા બાદ પીએચ.ડીના કેમેસ્ટ્રીના વિષયનું સુધારેલુ પરિણામ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તેમજ આ પ્રકરણમાં તપાસ કરવા માટે જયેશ પુજારા, સંજય લાપસીવાલા, િકરણ ઘોઘારી, િવમલ શાહ, પારૂલ વડગામા, ભદ્રેશ પરમાર, અને દક્ષેશ આઇસ્ક્રીમવાળાની કમિટી બનાવવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.