તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ચોરના મોપેડની લાલ સીટ CCTVમાં દેખાઈ 50 કેમેરા તપાસી પોલીસે 6 સ્નેચરને પકડ્યા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દાંડીથી કતારગામ સુધીના કેમેરા તપાસ્યા, વરિયાવ ચેક પોસ્ટથી પકડાયા
  • 3 આરોપી રત્નકલાકાર, 7 સ્નેચિંગ ગુના ઉકેલાયા: 12 ફોન, 3 મોપેડ કબજે

જહાંગીરપુરા પોલીસે 21 દિવસમાં દાંડી રોડથી લઈને કતારગામ સુધી 10 કિલોમીટરના દાયરામાં 50 સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ પોલીસે માત્ર લાલ કલરની સીટ અને એસેસરીઝ પરથી સ્નેચિંગનો ગુનો ઉકેલ્યો છે. પોલીસે 6 ચોરોને પકડી પાડ્યા છે. જેમાં 17 વર્ષનો કિશોર ચોરીમાં સામેલ હતો.

જહાંગીરપુરા પોલીસના હે.કો.વિજયગીરી અને પો.કો.પિયુશ બાવકુએ જહાંગીરપુરા વરીયાવ ચેક પોસ્ટ પાસેથી નિર્મલ ઉર્ફે સ્મોકર કીંગ ઉર્ફે વિશાલ કિશોર પરમાર(20)(રહે,છાપરાભાઠા,અમરોલી), પરીમલ જયસુખ ઘોઘારી(21)(રહે,કરમલાગામ,ઓલપાડ), સતીશ ઉર્ફે બટકો રામજી કળસરીયા(19)(રહે,છાપરાભાઠા રોડ,અમરોલી) તેમજ ચોરીના મોબાઇલ અડધી કિંમતે લેનાર સંદીપ પ્રદીપ મિશ્રા(રહે,રેલવે પટરી,કતારગામ) અને કમલેશ જીવરાજ ઝડફીયા(32)(રહે,કોઝવે રોડ)ને પકડી પાડી ચોરીના 12 ફોન અને 3 મોપેડ કબજે કર્યા છે.

જહાંગીરપુરા પોલીસનો એક ગુનો તેમજ કાપોદ્રા, અડાજણ-2 અને ઓલપાડ પોલીસનો ચોરીનો ગુનો ઉકેલાયો છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી 7 ફોન સ્નેચીંગ કરેલાની કબૂલાત કરી છે. દાંડી રોડથી કેમેરાના ફૂટેજ ચેક કરવાની શરૂઆત કરી ભરીમાતા રોડ, કોઝવે, પ્રાણનાથ હોસ્પિટલ, ડભોલી તેમજ અશ્વિનીકુમાર રોડ ગજેરા સર્કલ સુધીના 50 કેમેરા ચેક કર્યા હતા. સૌથી નવાઇની વાત એ છે કે મોપેડનો નંબર લખેલો ન હતો. એટલે પકડવું મુશ્કેલ હતું. પણ પોલીસે મોપેડની લાલ કલરની સીટ અને એસેસરીઝના આધારે આરોપી સુધી પહોંચી ગઈ હતી.

રાતપાળીમાં નોકરી કરે અને દિવસે સ્નેચિંગ
​​​​​​​મોબાઇલ સ્નેચીંગ કરતા નિર્મલ, પરીમલ, સતીશ હીરાના કારખાનામાં નોકરી કરે છે. રાતપાળીમાં નોકરી કરે અને દિવસપાળીમાં ત્રણેય મળીને મોબાઇલની સ્નેચીંગ કરતા હતા. ત્રણેય આરોપીઓ પોલીસ અને સીસીટીવી કેમેરાઓથી બચવા માટે ત્રણેય મોપેડમાં નંબર લગાડ્યો ન હતો. ત્રણેય મોપેડ ડબલ કે ત્રિપલ સવારી જઈ મોબાઇલ સ્નેચીંગ કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...