કોરોના બેકાબૂ:કોરોનામાં શહેરનો રિકવરી રેટ 94 %, જ્યારે જિલ્લાનો 93 ટકા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 183 પોઝિટિવ કેસ સાથે વધુ 1 મોત, 215 સાજા થયા

શહેરમાં 149 અને જિલ્લામાં 34 કેસ સાથે શહેર જિલ્લામાં મંગળવારે કોરોનાના વધુ 183 કેસ પોઝિટિવ નોંધાતા કુલ સંખ્યા 38919 થઈ છે. શહેરમાં વધુ એક પોઝિટિવ દર્દીનું મોત થયું છે. જેની સાથે કુલ મૃતાંક 1021 થયો છે. શહેરમાંથી 165 અને જિલ્લામાંથી 50 મળી 215 પોઝિટિવ દર્દીઓ સાજા થતા તેમને રજા અપાઇ છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1443 પર પહોંચી છે. અત્યાર સુધીમાં 36455 પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જિલ્લાનો રિકવરી રેટ 93.66% જ્યારે શહેરમાં રિકવરી રેટ 94% પર પહોંચી ગયો છે.

સિવિલના તબીબ સહિત અનેક સંક્રમિત
મંગળવારે શહેરમાં કાપડના વેપારી, લુમ્સના કારખાનેદાર, સિવિલ હોસ્પિટલના તબીબ સહિત અનેક કોરોનામાં સપડાયા છે. જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં લુમ્સના કારખાનેદાર, ટેક્સટાઇલ વર્કર, કાપડના 2 વેપારી, ઈંટના વેપારી, નવી સિવિલના 2 તબીબ, સ્મીમેરના ફીમેલ હેલ્થ વર્કર, વેસ્ટ ઝોનમાં પ્રિન્ટીંગ પ્રેસ સંચાલક, યુનિયન બેંકના મેનેજર, ઈસ્ટ ઝોનમાં સ્મીમેરની નર્સ, કતારગામ ઝોનમાં એમ્બ્રોઈડરી વર્કર, પાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટર, સાઉથ ઝોનમાં વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

વરાછામાં 73 વર્ષીય વધુ એક કોરોના દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું
મંગળવારે વધુ એક દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. વરાછામાં રહેતા 73 વર્ષીય વૃદ્ધને કોરોનાના લક્ષણો બાદ રિપોર્ટ પોઝિટિવ આવતા 3 નવેમ્બરે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મંગળવારે તેમનું મોત નિપજ્યું હતું. તેમને બ્લડ પ્રેશરની બીમારી પણ હતી.

અન્ય સમાચારો પણ છે...