તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:નવા 186 પોઝિટિવ, વધુ 202 સાથે સાજા થવાનો આંક 37 હજારને પાર

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાલનપુરની 87 વર્ષીય મહિલાનું કોરોનામાં મોત, મૃતાંક 1025

શહેરમાં ધીમે-ધીમે કોરોનામાં પોઝિટિવ કેસ સામે સાજા થનારાની સંખ્યા વધી રહી છે. જેને પગલે રિકવરી રેટ વધ્યો છે. શુક્રવારે શહેર જિલ્લામાં નવા 186 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેની સામે 202 લોકો કોરોનામાંથી સાજા થયા હતા.જે પૈકી 19 લોકો કાપડ માર્કેટ સાથે સંકળાયેલા છે. શુક્રવારે પાલનપુર ગામની 87 વર્ષીય મહિલાનું કોરોનામાં મોત નિપજતા કોરોનાનો કુલ મૃત્યુઆંક 1025 પર પહોંચ્યો હતો. શહેરમાં કુલ 39472 લોકો કોરોનાની અડફેટે ચડી ચુક્યા છે. જે પૈકી 37084 લોકો કોરોનાનો ઈલાજ લઈ સાજા થઇ ચુક્યા છે. શુક્રવારે 202 લોકો કોરોનામાંથી સાજા થયા હતા. કુલ 1323 એક્ટિવ કેસ છે.

કાપડમાર્કેટ સાથે જોડાયેલા 19 સહિત અનેક પોઝિટિવ
શુક્રવારે કાપડમાર્કેટ સાથે સંકળાયેલા 19 લોકો સહિત અનેકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શુક્રવારે વિદ્યાર્થીઓ, કપડાની દુકાન ચલાવનાર, કાપડ દલાલ, ફેબ્રિક બિઝનેસમેન, મેડિકલ સ્ટોરમાં નોકરી કરનાર, સિવિલ હોસ્પિટલ કર્મચારી, બેંક ઓફ બરોડાના મેનેજર, રાજહંસ પ્રાઇવેટ લિમિટેડનો એન્જિનિયર, એમ્બ્રોઇડરીનો ધંધો કરનાર સહીત અનેકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો