આજે મેગા વેક્સિનેશન:વડાપ્રધાનના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે રેકર્ડબ્રેક રસી અપાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે એક તરફ પાલિકાએ રસીકરણ મેગા ડ્રાઇવનું આયોજન કર્યું છે, જેમાં શહેરના 414 કેન્દ્રો પર એકસાથે કામગીરી હાથ ધરાશે તો બીજીતરફ શહેરની અનેક હોસ્પિટલો અને દુકાનો ગ્રાહકો માટે 10થી લઈને 100 ટકા સુધીના ડિસ્કાઉન્ટની ઓફર લાવી છે.
  • વેક્સિનેશનની મેગા ડ્રાઇવમાં શહેરના 414 સેન્ટરો પર રસીકરણ હાથ ધરાશે
  • વહેલી સવારે 5.30થી રાત્રે 9 વાગ્યા સુધી વેક્સિનેશન ​​​​​​​

શુક્રવારે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે આખા રાજ્યમાં મેગા વેક્સિનેશન કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ સાથે જ સુરત મહાપાલિકા પણ શહેરના 414 સેન્ટરો પર મેગા વેક્સિનેશન કેમ્પ યોજશે. આ દિવસે શહેરભરના કોમ્યુનિટી હોલ, વિવિધ સમાજોની વાડી, ખાનગી સ્કૂલો, સમિતિની સ્કૂલો, હેલ્થ સેન્ટરો તથા મોબાઇલ વેક્સિનેશન ટીમ સહિતના સેન્ટરો ઉમેરીને પાલિકાએ કુલ 414 સેન્ટર તૈયાર કર્યા છે.

આ તમા સેન્ટરો પર વહેલી સવારે 5.30થી રાત્રે 9 કલાક સુધી લોકોને રસી મુકાશે અને તેમાં 82 સેન્ટર પર ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લીધી હોય તેમના માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. 325 સેન્ટરો પર કોવિશિલ્ડ રસીના પ્રથમ અને બીજો ડોઝ માટે પણ અગાઉ જેમ અલાયદી વ્યવસ્થા છે. 8 સેન્ટર કોવેક્સિન રસી માટે છે. 5 લાખ ડોઝની માંગણી કરાઇ છે પણ 3 લાખ ડોઝનું પ્લાનિંગ છે તેવું સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...