તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:બે વર્ષથી રિટર્ન ન ભરનાર કરદાતા માટે ટીડીએસનો દર બમણો કરાયો

સુરત23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ચેમ્બરમાં જીએસટી અને ઇન્કમ ટેક્સ વિશે કાર્યક્રમ યોજાયો

‘ઇન્કમ ટેક્સ સેટલમેન્ટ કમિશન ફોરમને ડિસકન્ટીન્યુ કરાઈ છે. જેનો મોટામાં મોટો ફટકો સર્ચ એન્ડ સર્વે કેસીસને થશે. જે કરદાતાઓએ બે વર્ષથી રિટર્ન ભર્યા નથી અને જેઓનો રૂપિયા 50 હજારની ઉપર ટીડીએસ કપાય છે તેવા કરદાતાઓ માટે ટીડીએસનો દર બમણો કરાયો છે. જે કરદાતાઓ યુલીપમાં રોકાણ કરે છે તેની ઉચ્ચતમ લિમિટ રૂ.2.5 લાખ કરાઈ છે.’ ચેમ્બર દ્વારા ‘રીસેન્ટ એમેડમેન્ટ્‌સ એન્ડ ડેવલપમેન્ટ્‌સ અન્ડર જીએસટી એન્ડ ઇન્કમ ટેકસ’વિષય ઉપર યોજાયેલા નોલેજ શેરીંગ સેશનમાં લક્ષ્મીકુમારનએ આ વાત કરી હતી.

એમણે વધુમાં કહ્યું હતું કે, ‘જે કરદાતાઓ ટેક્સ ઓડીટના દાયરામાં છે અને જેઓએ 75% ખરીદ–વેચાણ તથા અન્ય પેમેન્ટો ચેક કે ડિજીટલ માધ્યમથી કરી છે તેઓની લિમિટ 5 કરોડથી વધારીને 10 કરોડ કરાઇ છે. તારીખ 1-04-2021 પછી દરેક સર્ચ કેસોનું એસેસમેન્ટ ઇન્કમ ટેક્સની કલમ 143 (3) અને 148 મુજબ કરાશે. 75 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનો માટે જો તેમની આવક ફક્ત પેન્શન અને વ્યાજની હોય અને તે પણ એક જ બેંકમાં ખાતુ હોય તો તેનો કર બેંક અધિકારીઓ આવકવેરાના પ્રાવધાન મુજબ કાપશે તથા તેવા સિનિયર સિટીઝનોને આવકવેરા પત્રક ભરવાની જરૂર રહેશે નહીં.

હવે તા. 01-07-2017થી ક્લબ એન્ડ મેમ્બર્સની વચ્ચે પણ જીએસટી લાગશે. જીએસટી કાયદામાં સેક્શન 16 (2) AAનો સમાવેશ કરાયો છે. આથી હવે સપ્લાયર ઓફ ગુડ્‌સ & સર્વિસ પોતાનું આઉટવર્ડ સપ્લાયનું રિટર્ન ભરશે અને એવા ઇન્વોઇસ બાયર્સને પોતાના 2A રિટર્નમાં દેખાશે તો જ એની ક્રેડિટ મળશે. સેક્શન 50માં નવો પ્રોવિઝો સબસ્ટિટ્યુટ કરાતા નેટ ટેક્સ લાયબિલિટી ઉપર જ ઇન્ટરેસ્ટ ભરવાનું થશે. આ બાબત પણ 01-07-2017થી લાગુ પડશે. જીએસટી કાયદામાં સેક્શન 83ને પણ સબસ્ટિટ્યુટ કરાયો છે. જેમાં પ્રોવિઝનલ પ્રોપર્ટી અને બેંક એટેચમેન્ટ અંગેના અધિકારીઓના પાવર વધારાયા છે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો