ધરપકડ:કિશોરીનું અપહરણ કરી રેપ કરનાર દિલ્હીથી ઝડપાયો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વરાછાની કિશોરી દોઢ માસ પહેલાં ગુમ થઇ હતી

મૂળ યુપીની અને હાલમાં વરાછા માં બહેનને ત્યાં રહેતી 15 વર્ષિય કિશોરીનું પડોશમાં રહેતા રત્નકલાકારે અપહરણ કરીને દિલ્હી લઈ જઇ રેપ કર્યો હતો. વરાછા પોલીસે આરોપી રત્નકલાકરાને દિલ્હીથી ઝડપી પાડ્યો હતો અને આરોપી અને કિશોરી બંનેને સાથે સુરત લઇ આવી હતી.

વરાછા પોલીસથી મળતી માહિતી મુજબ વરાછામાં એક શ્રમજીવી પરિવાર રહે છે. આ શ્રમજીવી પરિવાર મૂળ ઉત્તરપ્રદેશનું છે. શ્રમજીવી પરિવારમાં પરિણિતાએ બે મહિના પહેલા બાળકને જન્મ આપ્યો હતો. બાળકની સંભાળ માટે રાખવા માટે પરિણીતાએ પોતાની નાની બહેનને ઉત્તર પ્રદેશથી સુરત બોલાવી હતી. 15 વર્ષિય કિશોરી મીના( નામ બદલ્યું છે) બહેન-બનેવીના ઘરે રહેતી હતી.

દોઢેક મહિના પહેલાં અચાનક મીના ગુમ થઈ ગઈ હતી. તે સમેય વરાછા પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં ખબર પડી કે મીનાના ઘરની બાજુમાં રહેતો યુવક પણ ગુમ છે. તપાસમાં યુવક મીનાને લઈને નાસી ગયો હોવાનું જણાયું હતું. યુવકનું નામ પુરન સુનિલ કુમાર છે. પોલીસે રત્ન કલાકાર પુરન અને મીનાના ફોન નંબરની તપાસ કરતા લોકેશન દિલ્હી જણાયું હતું. વરાછા પોલીસ સ્ટેશનની એક ટીમ વરાછા જઈ ત્યાંથી આરોપી પુરન(ઉ.વ.20, રહે. નગલી રજાપુર, હઝરત નિઝામુદ્દીન, દિલ્હી)ને પકડીને લઈ આવ્યા હતા. સાથે મીનાને પણ લઈ આવ્યા હતા. ત્યાં આરોપી પુરને મીના પર બળાત્કાર ગુજાર્યો હોવાથી પોલીસે બળાત્કારની કલમ ઉમેરી હતી.

અન્ય સમાચારો પણ છે...