ભયનો માહોલ:ચલથાણ આદર્શ બંગલોઝમાં ધાડપાડુ ઘુસ્યા વોચમેનની બૂમથી પથ્થરમારો કરી ભાગ્યા

પલસાણા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાંચ ધાડપાડુ પૈકી બે CCTVમાં કેદ થયા. - Divya Bhaskar
પાંચ ધાડપાડુ પૈકી બે CCTVમાં કેદ થયા.
  • 5 ધાડપાડુઓ સોસાયટીમાં ખુલ્લેઆમ આંટાફેરા કરતા CCTVમાં કેદ

છેલ્લા કેટલાક સમય પહેલા સુરત જિલ્લામાં બારડોલી નગરમાં તસ્કરો પેધા પડ્યા હતા, જ્યાં અવારનવાર કેટલીક સોસાયટીઓમાં તસ્કરો હાથફેરો કરતા ભયનો માહોલ ફેલાયલો હતો, જે બાદ મંગળવારે મળસ્કે પલસાણા તાલુકાના ચલથાણની એક સોસાયટીમાં ધાડપાડુઓ દેખાતા ચલથાણ કડોદરામાં ભયનો માહોલ છે.

કડોદરા GIDC પોલીસ વિસ્તારમાં ચલથાણ આદર્શ બંગલોઝ સોસાયટીમાં મળસ્કે ધાડપાડુુઓ ત્રાટકયા હતા. ધાડપાડુઓની હરકત સોસાયટીમાં મકાનના CCTVમાં કેદ થઈ હતી. રહીશોના જણાવ્યાં અનુસાર મંગળવારે મળસ્કેે ખેતરાડી વિસ્તારમાંથી સોસાયટીની દિવાલ કૂદી 5 ધાડપાડુ સોસાયટીમાં પ્રવેશ્યા હતા.

મોઢે રૂમાલ બાંધી હાથમાં હથિયાર તેમજ પથ્થર લઈ સોસાયટીમાં આંટાફેરા કરતા હતા.ત્યારે એકાએક સોસાયટીના વોચમેનની નજર ચઢતા વોચમેને બુમાબુમ કરતા ધાડપાડુઓએ વોચમેને પર પથ્થર મારો કર્યો હતો છતાં વોચમેને જોરજોરથી બૂમાબૂમ કરતા લોકો જાગી ગયા હતા.

જેથી ધાડપાડુઓ ખેતરાડીના રસ્તે ભાગી છૂટ્યા હતા. ઘટનાં બાદ આખી સોસાયટી મળસ્કે જાગી ગઈ હતી. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં ટુકડી સોસાયટીમાં પહોંચી નોંધ લીધી હતી.માર્ચ મહિનામાં વાંકાનેડા ગામની સીમમાં ત્રણ અવાવરું મકાનોને ટાર્ગેટ કરી એક મકાનમાં ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનાનો એમ.ઓ.જોતા એ જ ધાડપાડુ ટુકડી આવી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતુ.

અગાઉ પણ 70 તોલા સોનાની ચોરી થઇ હતી
આજ સોસાયટીમાં અઢી વર્ષ અગાઉ ખેતરાડીને અડીને આવેલા બંગલાને ટાર્ગેટ કરી બંગલામાં બારીના માધ્યમથી પ્રવેશી બંગલાના બેડરૂમમાં મુકેલ 70 તોલાથી વધુના ઘરેણાંની ચોરી કરી ભાગી છૂટ્યા હતા ઘટના બાદ આખા જિલ્લાની પોલીસ કામે લાગી ગુનો ઉકેલવાની મથામણ કરી હતી પંરતુ આજ દિવસ સુધી ગુનાનો ઉકેલ આણ્યો ન હતો. આજ સોસાયટીના ફરી ધાડપાડુઓ દેખાઈ આવતા સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર સોસાયટીના બે બંગલા છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં છે, જેથી તેને ટાર્ગેટ કરવાના પ્લાન સાથે ધાડપાડુઓ આવ્યા હોવાની શંકા છે અને સોસાયટીની ફરતેની દીવાલની પાછળ ખેતરાડી વિસ્તાર આવેલો હોવાથી વારંવાર આ સોસાયટીને તસ્કરો ટાર્ગેટ કરતા હોવાનું જાણવા મળ્યું હતુ

​​​​​​​.

અન્ય સમાચારો પણ છે...