• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Quarrel Between The Room Partner Over The Issue Of Working In Surat, An Iron Frying Pan On The Head Of A Compatriot, A Cooker Killed

મિત્ર જ નીકળ્યો હત્યારો:સુરતમાં કામ કરવાના મુદ્દે રૂમ પાર્ટનર વચ્ચે થયેલો ઝઘડો લોહીયાળ બન્યો, માથાં પર લોખંડનો તવો, કુકર મારી મિત્રની હત્યા

સુરત2 મહિનો પહેલા
ભાડાની રૂમમાં રહેતા બે રૂમ પાર્ટનર વચ્ચે ઘરનું કામકાજ કરવા મુદ્દે ઝઘડો હતો.
  • સચિન વિસ્તાર લાખાયનગરમાં થયેલી હત્યામાં આરોપીને ઝડપી લેવાયો

સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારના સાંઇનગરમાં ભાડાની રૂમમાં રહેતા બે રૂમ પાર્ટનર વચ્ચે ઘરનું કામકાજ કરવા મુદ્દે થયેલો ઝઘડો લોહીયાળ બન્યો હતો. ઝઘડાની અદાવતમાં હમવતનીએ હમવતનીને માથામાં લોખંડનો તવો અને કુકર મારી હત્યા કરતા પોલીસ દોડતી થઇ ગઇ છે. પોલીસે હત્યારાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. નજીવી બાબતે એક બીજા સાથે ઉગ્ર બોલાચાલી બાદ વાત શાબ્દિક ટપાટપીથી શરૂ થઈને અત્યાર સુધી પહોંચી ગઈ હતી.

રૂમ ખાલી કરવાની વાતે ઝઘડો ઉગ્ર બન્યો હતો.
રૂમ ખાલી કરવાની વાતે ઝઘડો ઉગ્ર બન્યો હતો.

નાના નાના કામ મુદ્દે ઝઘડો થયેલો
સચિન જીઆઇડીસીના શીવનગર નજીક સાંઇ નગરના ઘર નં. 29, 30 માં ભાડાની રૂમમાં રહેતા કલ્લુ બડકુ નિશાદ સાથે અઠવાડિયા અગાઉ તેનો હમવતની પવન પતરાખન નિશાદ રહેવા આવ્યો હતો. પવન રહેવા આવ્યાના બે દિવસ બાદથી તેઓ વચ્ચે ઘરમાં પાણી ભરવા અને કરિયાણાનો સામાન લાવવા બાબતે ઝઘડો શરૂ થયો હતો. જેથી કલ્લુએ તેના અન્ય રૂમ પાર્ટનર રામચંદ્ર ગુપ્તાને કહ્યું હતું ,કે પવન કો રૂમ ખાલી કરવા દો. જો કે આ વાતની જાણ પવનને થઇ જતા બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો.

બે દિવસ બાદથી તેઓ વચ્ચે ઘરમાં પાણી ભરવા અને કરિયાણાનો સામાન લાવવા બાબતે ઝઘડો શરૂ થયો હતો
બે દિવસ બાદથી તેઓ વચ્ચે ઘરમાં પાણી ભરવા અને કરિયાણાનો સામાન લાવવા બાબતે ઝઘડો શરૂ થયો હતો

હત્યાનો આરોપી ઝડપાયો
પવને લોખંડના તવા અને કુકર વડે હુમલો કરી કલ્લુના માથામાં ગંભીર ઇજા પહોંચાડતા તેનું મોત થયું હતું. ઘટના અંગે સચિન જીઆઇડીસી પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પવન નિશાદની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, કલ્લુ જીઆઇડીસીની મીલમાં છુટક કામ કરતો હતો, જયારે પવન સંચા ખાતામાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું.