એજ્યુકેશન:સાર્વજનિક યુનિવર્સિટીએ ખાનગી કોલેજો માંગી હતી, સરકારે ગ્રાન્ટેડ પણ આપી દેતાં હવે વિરોધ

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી યુિન.ના દરજ્જા માટે સાર્વજનિક એજ્ચુ. સોસાયટીએ ગ્રાન્ટની જરૂર નહીં હોવાની એફિડેવિટ કરી હતી
  • હવે ગ્રાન્ટ નહીં મળવાની બીકે પોતાની જ ગ્રાન્ટેડ કોલેજોને નર્મદ યુનિ.માં જ રાખવા માગણી

નર્મદ યુનિવર્સિટીએ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની 5 ગ્રાન્ટેડ કોલેજોનું જોડાણ રદ કરી ખાનગી યુનિવર્સિટીમાં ભેળવી દીધી છે. જોકે, મોટી ખોટ જતી હોવાથી સાર્વજનિક સોસાયટી પોતાની જ પાંચ ગ્રાન્ટેડ કોલેજોને લેવા તૈયાર નથી. જેથી પાંચેય કોલેજનો-ટિચિંગ સ્ટાફ ચિંતામાં મૂકાયો છે.

જોકે અગાઉ રાજ્ય સરકારે એક્ટ જાહેર કર્યો તે પહેલા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીએ પ્રાઇવેટ યુનિવર્સિટી માટે એપ્લાય કરતી વખતે એફિડેવિટ કરી હતી કે ‘અમને ગ્રાન્ટ નહીં આપશો તો ચાલશે’ જો કે, તે માત્ર સેલ્ફ ફાયનાન્સની વાત હતી, પણ હવે ગ્રાન્ટેડ કોલેજો પણ તેમાં આવી જતાં કર્મચારીઓના પગાર તેમજ પેન્શન સહિતના લાભ મુદ્દે મુઝવણ વધી છે. સોસાયટીની પાંચેય ગ્રાન્ટેડ કોલેજોના કર્મીઓએ શુક્રવારે યુનિ. ખાતે પહોંચીને ગ્રાન્ટેડ કોલેજોનું જોડાણ યથાવત રાખવા રજૂઆત કરી છે.

કે. પી. કોમર્સ, પી. ટી. સાયન્સ, SPB, MTB સહિતની કોલેજોના પ્રોફેસરનો વિરોધ
સોસાયટીની કે. પી. કોમર્સ, પી. ટી. સાયન્સ, એસ.પી.બી. કોમર્સ, એમ.ટી.બી. આર્ટ્સ અને વી.ટી. ચોક્સ લો કોલેજમાં પ્રવેશ માટે પડાપડી થતી હોય છે. આ કોલેજોના કર્મચારીઓએ કુલપતિને પત્ર લખીને માંગ કરી છે કે, પ્રવેશ પ્રક્રિયાને સ્થગિત કરીને પાંચ ગ્રાન્ટેડ કોલેજોને જોડવાની સાથે વિદ્યાર્થીઓ ફાળવવામાં આવે. પાંચ ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપક સૂત્રો કહે છે કે ગ્રાન્ટેડ કોલેજો પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જતી રહેશે તો પછી સરકાર ગ્રાન્ટ નહીં આપે. જેથી પગાર-પેન્શન સહિતના લાભોમાં તકલીફ ઊભી થશે.

ખાનગી કોલેજ માટે એફિડેવિટ કરી હતી ત્યારે કાયદો અલગ હતો, હવે બદલાઈ ગયો
અમે અમારી પાંચ ગ્રાન્ટેડ કોલેજોને સામાવવા તૈયાર જ છીએ. પણ ભવિષ્યમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફને મળતા પગાર અને પેન્શન સહિતના લાભો અંગે કોઈ સ્પષ્ટતા નથી. જેથી તેમને અને સોસાયટીને તકલીફ પડી શકે છે. પ્રાઇવેટ યુનિવર્સિટી માટે અરજી કરી હતી ત્યારે ગ્રાન્ટેડ કોલેજો પણ સમાવાશે એવો કાયદો ન હતો. હવે જ્યારે મંજૂરી આપી ત્યારે ગ્રાન્ટેડ કોલેજો સમાવવી તેવો કાયદો આવી ગયો છે. એફિડેવિટ માત્ર સેલ્ફ ફાયનાન્સ માટે હતી. જેથી ગ્રાન્ટેડ કોલેજો આવતા મુંઝવણ વધી છે. યુનિવર્સિટી એક વર્ષનો સમય આપે તો અમે પાંચેય ગ્રાન્ટેડ કોલેજોના કર્મચારીઓના જે પણ મળવા પાત્ર લાભો છે તેનું નિરાકરણ લાવીશું અને કોલેજોને સામાવી લેશું. > કમલેશ યાજ્ઞીક, ચેરમેન, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી

અન્ય સમાચારો પણ છે...